ગાયક મુકેશજી ના જન્મ દિવસ પર થોડું એમના વિષે..

ગાયક મુકેશજી ના જન્મ દિવસ પર થોડું એમના વિષે..
મુકેશ ચન્દ માથુર (જુલાઈ ૨૨, ૧૯૨૩, દિલ્હી, ભારત - ઓગસ્ટ ૨૭, ૧૯૭૬) ફક્ત મુકેશ તરીકે ઓળખાતા એક લોકપ્રિય ભારતીય પાર્શ્વ ગાયક હતા .

મુકેશના અવાજ ની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ. મુકેશના બહેનના લગ્નમાં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા અને એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી હતી. મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ નિર્દોષ (૧૯૪૧) માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું હતું. ૧૯૪૫ માં રજુ થયેલી ફિલ્મ પહલી નઝર માં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો. મુકેશે હિન્દી ફિલ્મ માટે ગાયેલું પહેલું ગીત હતુ દિલ જલતા હૈ તો જલને દે જેમાં મોતીલાલ એ કામ કર્યું હતુ.

૧૯૭૪ના વર્ષમાં મુકેશને રજનીગંધા ચલચિત્રનું કઈ બાર યૂં ભી દેખા હૈ ગાયન ગાવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો .

૧૯૭૬ના વર્ષમાં જ્યારે તેઓ અમેરીકામાં એક કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

કેટલાક હિન્દી ચલચિત્રો જેમાં મુકેશે પાર્શ્વગાયન આપેલું છે
પહલી નજર (૧૯૪૫)
મેલા (૧૯૪૮)
આગ (૧૯૪૮)
અન્દાજ (૧૯૪૯)
આવારા (૧૯૫૧)
શ્રી ૪૨૦ (૧૯૫૫)
પરવરિશ (૧૯૫૮)
અનાડી (૧૯૫૯)
સંગમ (૧૯૬૪)
મેરા નામ જોકર (૧૯૭૦)
ધરમ કરમ (૧૯૭૫)

મુકેશ ના સદાબહાર ગીતો
તૂ કહે અગર( ફિલ્મ્ 'અન્ચદાઝ્)
જિન્દા હૂઁ મૈ ઇસ તરહ સે
મેરા જૂતા હૈ જાપાની (ફિલ્મ આવારા)
યે મેરા દીવાનાપન હૈ (ફિલ્મ યહૂદી)
કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર (ફિલ્મ અનાડી')
ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના (ફિલ્મ બન્દીની)
દોસ્ત દોસ્ત ના રહા (ફિલ્મ સંગમ)
જાને કહાઁ ગયે વો દિન (ફિલ્મ મેરા નામ જોકર)
મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને (ફિલ્મ આનન્દ)
ઇક દિન બિક જાયેગા માટી કે મોલ (ફિલ્મ ધરમ કરમ)
મૈ પલ દો પલ કા શાયર હૂઁ( ફિલ્મ્ કબભિક્ભિ )
કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ (ફિલ્મ કભી કભી)
ચંચલ શીતલ નિર્મલ કોમલ (ફિલ્મ સત્યમ શિવમ સુન્દરમ)
"કહિ દુર જબ દીન ઢલ જાયે" (ફિલ્મ "આનન્દ")

મુકેશનાં સદાબહાર ગુજરાતી ગીતો
સજન મારી પ્રીતડી સદીઓ પૂરાણી (જીગર અને અમી, સંગીત:મહેશ-નરેશ)
આવો રે આવો રે ઓ ચિતડું ચોરી જાનારા (ખીમરો-લોડણ)
આવો તોય સારું
હે તને જાતાં જોઇ પનઘટની વાટે
ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
મને તારી યાદ સતાવે
નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે (નીલગગનના પંખેરું )
મારા ભોળા દિલનો
ઓ નીલગગનના પંખેરું (નીલગગનના પંખેરું )
સનમ જો તુ બને ગુલ તો બુલબુલ હું બની જાઉં
નજરને કહી દો
પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે


Comments