આજનું શિક્ષણ અને બાળકો
આપણાં શિક્ષણ માંથી બાળકોને મળવી જોઇતી ચુસ્તી, સ્ફૂર્તિ કે શરીર સૌષ્ઠવ સાથે જોડાયેલી કસાયેલી દેશી રમતો જ અદ્રશ્ય થઇ ગઇ છે. આપણાં નફરકા શાસકો બાળકોની જીવનશૈલીને પણ ભરખી ગયાં છે. બાળકનું સામાજિક સ્થાન કે ગૌરવ આપણે ત્યાં હવે નામશેષ થઇ ગયું છે. બાળકો માંથી ધીમેધીમે સાહસ, કુતૂહલ અને ધૈર્યનાં ગુણોને ખિલવતી આવી કેળવણી જ અપ્રસ્તુત થઇ ગઇ છે. આપણી નિર્વાયજ વિદ્યાકિય પ્રવૃતિ પણ બજારની ઝપટે ચઢી ગઇ છે. શિક્ષણની સાથે અનુભવ અને તાલીમનો જ છેદ ઉડી ગયો છે.આજનું બાળક શેરી- મહોલ્લા કે પાદરમાં રમાતી રમતો કરતાં વિડયોગેમ રમી રમી ને કે કાર્ટૂન ફિલ્મો જોઇને સાવ ઘરઘોકલાં જેવાં થઇ ગયાં છે. રાષ્ટ્રીય શિક્ષણની સંકલ્પના વિના કદી પણ સામૂહિક કેળવણીનું ક્ષેત્ર ના વિક્સી શકે એટલી વાત સમજવા જેટલી બુદ્ધિમતા પણ આપણે ખોઇ દીધી છે..
Comments
Post a Comment