જીયોની આપણા સમાજ પર અસર

Jio ના કારણે આપણે આપણી લોકતાંત્રિક પરંપરાઓ અને લોકશાહીને સુનિયોજીત રાખતી વ્યવસ્થા ગુમાવી બેઠાં. આનાં કારણે ભારતને વેઠવું પડશે એ નુકશાન કોઇથી પણ ભરપાઇ થઇ શકવાનું નથી. બજાર કદી મૂલ્યોની સંભાળ રાખવાની વાત નથી કરતું. એ તો હમેંશા એમજ ઇચ્છે છે કે ભારતીય પરિવારો ટૂટે અને ટેકનોલોજી દ્વારા એક એવાં વૈમનસ્યને જન્મ આપવામાં આવે કે યુવા પેઢીની મસ્તિષ્ક સાથે જોડાયેલી વિચારવાની સંવેદના જ નાશ પામે ને સૌને ગઇકાલની વિસ્મૃતિ કરાવી આજના ડીલીટ પર મુસ્તાક રાખી સામાજિક ખાઇને એવી રીતે પહોળી કરવામાં આવે કે શાસકોની મનઘડંત સતા દ્વારા સમાજનું ચરિત્ર ચિત્રણ કરતી કુંટુબ જેવી સંસ્થાનો જ હ્રાસ ને લોપ થઇ જાય..


Comments