શિવમંદિરનું રહસ્ય



આપણી સંસ્કૃતિ પ્રાચીન અને આધ્યાત્મિક તત્વ ચિંતકો થઈ ગયા તેમને ભારતીય સંસ્કૃતિ પરમ આધ્યાત્મ અને યોગ દર્શન દ્વારા અભિભૂત કરી છે. પરમાત્માના રહસ્યો તથા તેમના દૈવી ચમત્કારો તેમને યોગ દ્વારા તપદ્વારા જ્ઞાાન દ્વારા અને બૌધ્ધિક ચિંતન દ્વારા સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે. શિવ અને શક્તિ આધ્યાત્મિક જગતના પરમ રહસ્યો છે દેવાદિદેવ મહાદેવ સ્વયં નિરંજન, નિરાકાર છે. તે પરમ ચૈતન્ય અને પરમ બ્રહ્મનું મહાન પ્રતિક છે.

પવિત્ર શ્રાવણ માસમાં સૌ ભક્તો પરમ શાન્તિ માટે પરમાત્માની આરાધના કરે છે. શિવ મંદિરમાં આઠ મૂર્તિઓ અષ્ટાંગ યોગ (રાજયોગ)ના આઠ અંગો છે.

૧. યમ, ૨. નિયમ, ૩. આસન, ૪. પ્રાણાયામ ૫. પ્રત્યાહાર, ૬. ધારણા, ૭. ધ્યાન, ૮. સમાધિ.

૧. પ્રાચીન પરંપરા અનુસાર શિવમંદિરની બહાર કાયાલિકની મૂર્તિ હોય છે. કાયાલિકના હાથમાં તલવાર હોય છે. કાયાલિક આ તલવાર દ્વારા શિવ ઉપાસનામાં બાધારૃપ તત્ત્વોને અર્થાત્ માનવચિતની મર્યાદાઓને કાપી નાખે છે. અષ્ટાંગ યોગમાં આ કાર્ય યમ દ્વારા થાય છે. યમ પાંચ છે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ અધ્યાત્મ પથમાં આ પાંચ બાધાકારક છે.

પાંચ યમના પાલન દ્વારા સાધક આ બંધનને કાપી નાખે છે. અને યોગના ઉચ્ચતર અભ્યાસમાં આગળ વધે છે. શિવમંદિરમાં કાયાલિકના પ્રતિક દ્વારા સાબિત થાય છે કે કાયાલિકની જેમ યમ અને યમની જેમ કાયાલિક શિવોપાસના બંધનોને છેદી નાખે છે.

૨. શિવ મંદિરમાં કાયાલિક સાથે ભૈરવની મૂર્તિ હોય છે. ભૈરવ શિવ મંદિરના રક્ષક છે. વારાણસીના પ્રધાન દેવ કાશી વિશ્વનાથ છે અને કાળભૈરવ વારાણસીના કોટવાળ છે.

ભૈરવ રક્ષક દેવ છે કૂતરો તેમનું વાહન છે ને રક્ષાનું પ્રતિક છે. યોગનું બીજું સોપાન નિયમ છે. નિયમ દ્વારા યોગ સાધનાની રક્ષા થાય છે નિયમ પાંચ છે. સૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, અને ઇશ્વર પ્રણિધાન, આ પાંચ નિયમો દ્વારા.સાધકની યોગ સાધનાની રક્ષા થાય છે.

શિવમંદિર રક્ષક દેવ ભૈરવ શિવમંદિરની, શિવ ઉપાસકની અને શિવ ઉપાસનાની રક્ષા કરે છે. શિવ મંદરિમાં જે સ્થાન ભૈરવનું છે તેજ સ્થાન અષ્ટાંગ યોગમાં નિયમનું છે ભૈરવ અને નિયમ શિવ ઉપાસના અને યોગસાધનાની રક્ષા કરે છે.

૩. શિવ મંદિરની તૃતીય મૂર્તિ નંદી છે. અષ્ટાંગ યોગમાં આસન તૃતીય અંગ છે. નંદી પગવાળીને બેઠેલા છે. એટલે કે તે આસનસ્થ છે. નંદીની આ અવસ્થા અને તે રીતે નંદીની મૂર્તિ દ્વારા યોગનું તૃતીય અંગ આસન સૂચિત થાય છે. નંદીનું મુળ શિવ તરફ જ હોય છે. જેથી એમ સૂચિત થાય છે કે આસન, સમાધિ અને કૈવલ્ય પ્રાપ્તિ માટે ધારણ કરવાનું છે. આસન અને નંદીનું મુખ સમાધિ અને શિવ તરફ છે.
શિવમંદિરમાં ચોથી મૂર્તિ હનુમાનજીની છે. હનુમાન પવનપુત્ર છે.

અષ્ટાંગ યોગમાં ચર્તુથ અંગ પ્રાણાયામ છે. પ્રાણાયામ વાયુના નિયંત્રણ દ્વારા પ્રાણની સાધના કરે છે. હનુમાનજીની મૂર્તિ દ્વારા યોગનું ચત્તુર્થ અંગ પ્રાણાયામ છે. તેમ પ્રતિત છે. આપણા શરીરમાં રહેલા પ્રાણતત્વના અધિષ્ઠાતા હનુમાનજી ગણાય છે. શિવ મંદિરમાં જે સ્થાન હનુમાનજીનું છે તે સ્થાન અષ્ટાંગ યોગમાં પ્રાણાયામનું છે. પ્રાણાયામ વાયુના નિયંત્રણ સાથે ગાઢ રીતે સંકળાયેલી યોગ સાધના છે. હનુમાનજી વાયુપુત્ર હોવાથી હનુમાનજી અને પ્રાણાયામનો અન્યોન્ય સંબંધ સ્પષ્ટ છે.

૫. શિવમંદિરની પાંચમી મૂર્તિ કચ્છપ છે કચ્છપ એટલે કાચબો. અષ્ટાંગ યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે. ઇંદ્રિયો પોતાના વિષયોમાંથી પાછી હઠીને પોતાના ગોલોકમાં પાછી ફરે છે તે પ્રત્યાહાર છે. કાચબો પોતાના અંગોને અંદર સંકોરી લે છે. કાચબાના આ અંગોને સંકોરી લેવાની પ્રક્રિયા દ્વારા પ્રત્યાહારની ધટના સૂચિત થાય છે. તેથી કાચબો પ્રત્યાહારનું પ્રતિક છે. શિવમંદિરમાં જે કાચબો અષ્ટાંગ યોગમાં પ્રત્યાહાર છે. તે મૂર્તિ દ્વારા પ્રત્યાહાર અને પ્રત્યાહાર દ્વારા કચ્છપ મૂર્તિ સૂચિત થાય છે.

૬. શિવમંદિરની છઠ્ઠી મૂર્તિ ગણપતિ છે.
અષ્ટાંગ  યોગનું છઠ્ઠું અંગ ધારણા છે. ધારણા એટલે કોઈ વિષયમાં ચિત્તનું એકાગ્ર થવું. ગણપતિની આંખો ઝીણી છે. અર્થાત્ એકાગ્ર થયેલી છે. આ રીતે ગણપતિની મૂર્તિ દ્વારા એકાગ્રતા (ર્ઝ્રહષ્ઠીહંટ્વિંર્ૈહ) અને એકાગ્રતા (ધારણા) દ્વારા ગણપતિ સૂચિત થાય છે. આમ શિવ મંદિરમાં જે સ્થાન ગણપતિનું છે તે સ્થાન અષ્ટાંગ યોગમાં ધારણાનું છે.

૭. શિવમંદિરની સાતમી મૂર્તિ પાર્વતીજી છે અષ્ટાંગ યોગમાં સાતમું અંગ ધ્યાન છે. પાર્વતીજી શિવનું ધ્યાન કરે છે. એટલું જ નહી પરંતુ પાર્વતીજી ઉપાસકને શિવની પ્રાપ્તિ કરાવે છે. શિવ સુધી દોરી જાય છે. તેજ રીતે ધ્યાન યોગીને સમાધિની પ્રાપ્તિ કરાવે છે. યૌગિક સાધન પધ્ધતિ પ્રમાણે ધ્યાનજ વિકસીને સમાધિમાં પરિણામે છે.

૮. શિવમંદિર અષ્ટમ મૂર્તિ શિવલિંગ છે. અષ્ટાંગ યોગનું આઠમું અને આખરી અંગ સમાધિ છે. શિવ મંદિરમાં શિવલિંગ પ્રધાનમૂર્તિ અને કેન્દ્રસ્થ તત્વ છે તેજ રીતે અષ્ટાંગ યોગમાં સમાધિ આખરી સોપાન છે. તે કેન્દ્રસ્થ તત્વ છે તેથી જે સ્થાન શિવમંદિરમાં શિવલિંગનું છે.

તેજ સ્થાન અષ્ટાંગ યોગમાં સમાધિનું છે. આમ શિવલિંગ દ્વારા સમાધિ અને સમાધિ દ્વારા શિવલિંગ સૂચિત થાય છે. આમ આ રીતે આપણે જાણી શકીએ કે શિવમંદિર દ્વારા અષ્ટાંગ યોગ (રાજયોગ)માં આઠ અંગો સૂચિત થાય છે.
શિવમંદિરનાં અન્યતત્વો જાળધારા અર્થાત્ જલાધરી. ભગવાન શિવના લિંગ ઉપર સતત જળની જે ધારા થાય છે તેને જળધારા કહે છે.

તેમાં પાણી અને દૂધ તથા સુગંધિત દ્વવ્ય નાખી જ્યારે શિવલિંગ શિવમહિમન્ સ્તોત્રથી અભિષેક કરવામાં આવે છે. ત્યારે જળધારાનો ઉપયોગ થાય છે. અષ્ટામાધી રુદ્રિ દ્વારા શિવલિંગ ઉપર ગંગાજળ જળઘારામાં નાખીએ અભિષેક કરવામાં આવે છે. આ અખંડ અનુસંધાન દ્વારા શિવતત્વને પામી શકાય છે.

૨. શિવલિંગ અને યોનિ: શિવલિંગ પુરુષ( આત્મ  તત્વ) અને યોનિ (પાળા)માં શિવલિંગ પ્રતિષ્ઠિત થાય છે. તેમ પુરુષતત્વ પ્રકૃતિમાં પ્રતિષ્ઠિત થાય છે ત્યારે તે તાદાત્મ્ય બંધનનું કારણ બને છે. પરંતુ યોનિમાં પ્રતિષ્ઠિત થયા હોવા છતાં શિવલિંગ રહી શકે તો તે શિવની જેમ મુક્ત છે.

૩. નાગ : નાગકુંડલિની શક્તિનું પ્રતિક છે.

યોગશારમમાં સર્વત્ર કુંડલિની શક્તિને નાગ સ્વરૃપિણી ગણેલ છે. નાગનાં બે સ્વરૃપો છે. ગૂંચળું વળીને પડેલું સ્વરૃપ અને ફલ ચઢાવેલું- ઉત્થિત સ્વરૃપ કુંડલિની શક્તિનાં અને ઉત્થિત કુંડલિની શિવલિંગના ગળામાં ગૂંચળું વળીને પડેલો નાગ હોય છે. તે સુક્ષુપ્ત કુંડલિનું પ્રતિક છે. શિવલિંગની ઉપર તથા ચારેબાજુ ફેણ ચડાવેલો નાગ હોય છે. તે ઉત્થિત કુંડલિ ની શક્તિનું પ્રતિક છે. સુક્ષુપ્ત કુંડલિની જાગ્રત થઈને મૂલાઘાટમાંથી સહામાટમાં સુધી પહોંચે છે. અને ત્યાં શિવશક્તિનું મિલન થાય છે.

ત્યારે સાધક સમાધિ અવસ્થામા પ્રવેશે છે. આવો યોગનો સિદ્ધાંત શિવલિંગ સાથે સુષુપ્તનાગ શિવલિંગની નીચે છે. અર્થાત્ સુષુપ્ત કુંડલીની મૂલાઘાટમાં છે. અને જાગ્રતનાગ શિવલિંગની ઉપર છે. અર્થાત્ જાગ્રત કુંડલિની સહામાટમાં પહોંચે છે.

Comments