પહેલીવાર રાષ્ટ્રપતિ શપથ સમારોહમાં જયશ્રી રામના નારા ગાજ્યા

સ્નેપ શોટ
દેશના ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદને દેશના ચીફ જસ્ટિસ ખેહરે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ લેવડાવ્યા. રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ શપથ લેતાં હતા ત્યારે જયશ્રી રામ… અને ભારત માતાકી જય… ના પોકારો થયા. સંસદના સેન્ટ્રલ હોલમાં થયેલા આ પોકારો અંગે ઘણાના ભવાં ખેંચાયાં. ઘણા પાછળ જોવા લાગ્યા કે કોણ જયશ્રી રામના સૂત્રો પોકારે છે. સ્વાભાવિક છે રાષ્ટ્રપતિનો શપથ સમારંભ હોય એટલે હોલમાં સાંસદો અને કેટલાક ખાસ આમંત્રિતો જ હોય ને ! શપથવિધિ વખતે થયેલા આ નારા જાણે કોઈ આપત્તિજનક ઘટના હોય તેવા ભાવ શપથવિધિ સમારંભમાં બેઠેલા કેટલાંકના ચહેરા પર વંચાતા હતા. આ ભાવ શપથવિધિ સમારંભ પછી બહાર પણ આવ્યો. કેટલાંક કોંગ્રેસી સાંસદોએ પત્રકારો સમક્ષ આ પ્રકારની નારાબાજી એ શપથવિધિનું અપમાન અને સેન્ટ્રલ હોલની ગરિમાનું હનન છે તેમ જણાવ્યું. આખરે ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેનને આ ઘટના અંગે જવાબ તલબ કરાયા ત્યારે શાહનવાઝ હુસેને ગળું ખોખારીને કહ્યું શું આ દેશમાં ભગવાન રામનું નામ બોલવું આપત્તિ છે ? અમારા રાષ્ટ્રપતિનું નામ ‘રામનાથ’ છે તો અમારે શું તેમનાં નામમાંથી રામ કાઢી નાખવું જોઈએ ? ભારત માતાનો જયકારો સેન્ટ્રલ હોલમાં થયો તો શું ખરાબ ઘટના બની ગઈ છે ? આપણા દેશનું નામ શું ભારત નથી ? શાહનવાઝનાં આ પ્રશ્નનો જવાબ કોઈની પાસે ન હતો, પરંતુ સાચી વાત એ છે કે જયશ્રી રામ અને ભારત માતા કી જય નારા સાથે કેટલાકને વિરોધ ન હતો. વિરોધ હતો RSS કલ્ચર સામે. રાષ્ટ્રપતિ ભવનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ RSSના ગોત્રની વ્યક્તિ રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર રાષ્ટ્રપતિ તરીકે બિરાજશે એ બાબત પર ઘણા બધાને એતરાજ છે, પરંતુ તેમાં હવે કંઈ થઈ શકે તેમ નથી. અત્યાર સુધી જે થયું છે તે જ કંઈ કાયદો નથી, નવા વ્યક્તિઓ સાથે નવી હવા, નવા વિચારો, નવી રીતભાત અને ઓફકોર્સ નવા નારા,નવા સૂત્રો પણ આવશે તેને સ્વીકાર્યા સિવાય હવે છૂટકો નથી. કારણ કે આ નવા લોકો દેશની પ્રજાની મરજીથી, બહુમતી સાથે આ હોદ્દાઓ પર આવ્યા છે અને ત્યાં પૂરી ટર્મ સુધી બેસવાના છે.
RSSની શાખાઓમાં દરરોજ બોલાતી પ્રાર્થનાના અંતે ભારત માતા કી જયનો જયઘોષ કરાય છે. શાખામાં રમાતી રમતોમાં વચ્ચે વચ્ચે જયશ્રી રામનો ઘોષ કરાય છે.હવે જ્યારે RSSની વ્યક્તિ રાષ્ટ્રપતિ બની છે તો RSSના કેટલાય સમર્થકો પોતાના રાષ્ટ્રપતિના શપથ સમારંભમાં હાજર હશે. કેટલાય ભાજપના સાંસદો પણ સંઘની વિચારધારા સાથે જોડાયેલા હશે. આ લોકોમાંથી જ કેટલાંકે રામનાથ કોવિંદના શપથ સમારંભમાં જયશ્રી રામના નારા લગાવ્યા હશે. એ લોકોના મોં પર તાળા હવે કોઈ લગાવી શકશે નહીં.
દેશ પર વર્ષોથી રાજ કરનાર કોંગ્રેસની માનસિકતા એવી બંધાઈ ગઈ છે કે સંઘ-ભાજપ સાથે જોડાયેલી તમામ વાતો ખોટી છે. આવી જ માનસિકતા ડાબેરીઓ પણ રાખે છે. આથી જ્યારે સંઘવાળા ભગવા ધ્વજને પોતાના ગુરૂ માને છે. તો કોંગ્રેસ અને ડાબેરીઓને એ ભગવા ધ્વજથી નફરત છે. ત્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ ભૂલી જાય છે કે ભગવો ધ્વજ એ કોઈ સંઘની મોનોપોલી નથી.ભગવો ધ્વજ એ હિંદુ સંસ્કૃતિ, હિંદુ અધ્યાત્મ અને ધાર્મિક્તાનું પ્રતીક છે. ત્યાગ, બલિદાનના પ્રતીક સમા ભગવા ધ્વજનું અપમાન, ઉપેક્ષા એ સમગ્ર હિંદુ સંસ્કૃતિનું અપમાન છે. આવી જ વાતો ભગવાન રામ સાથે જોડાઈ ગઈ. સંઘે અયોધ્યામાં રામમંદિર બનાવવાની વાત કરી એટલે કોંગ્રેસ ‘રામ’ને પણ સંઘી તરીકે ચીતરી નાખ્યા અને જાહેરમાં રામનામથી દૂર રહેવામાં કોંગ્રેસ- ડાબેરીઓ પોતાને સેફ સમજવા લાગ્યા. કોંગ્રેસના તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીને આ ભૂલ સમજાઈ હતી અને તેમણે આગળ વધીને અયોધ્યામાં રામમંદિરને લાગેલાં તાળાં દૂર કરાવી દીધાં હતાં પરંતુ રાજીવ ગાંધીના અકાળ મૃત્યુ બાદ કોંગ્રેસ પોતાની વિચારસરણીમાં જકડાયેલી જ રહી.
હદ તો ત્યારે થઈ કે દેશમાં જ્યારે લઘુમતીઓ ‘વંદે માતરમ્’ બોલવાનો વિરોધ કરવા લાગ્યા ત્યારે સત્તાસ્થાને બેઠેલી કોંગ્રેસે પોતાના તરફથી કોઈ સ્પષ્ટમત વ્યક્ત ના કર્યો. કોંગ્રેસે ક્યારેય ના કહ્યું કે, ભારત દેશમાં રહેવું હશે તો ‘વંદે માતરમ્’ બોલવું પડશે. જેમ ઘરને ચલાવવા માટે એક શિસ્તની આવશ્યક્તા હોય છે તેમ દેશને ચલાવવા માટે પણ શિસ્ત અને કડક નિયમો આવશ્યક છે. એક ઘરમાં પણ નિયમો હોય છે કે ઘરમાં દરેક વ્યક્તિએ મોડામાં મોડું રાત્રે ૧૦ વાગે આવી જવું, સવારે અમુક સમયમાં નાહી લેવું, બપોરે ચોક્કસ સમયમાં જમી લેવું. હવે આ નિયમોમાં જો ઘરની કેટલીક વ્યક્તિઓ સ્વતંત્રના નામે મનમાની કરે તો ઘરની બધી જ વ્યવસ્થા પડી ભાંગે. આ વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી ઘરના વડાની હોય છે. ઘરના વડા વ્યવસ્થા તોડનારને જરૂર પડે ઠપકો આપીને પણ વ્યવસ્થા જાળવવા માટે કહેશે તો જ ઘરનું તંત્ર જળવાઈ રહે છે.

દેશનું પણ આવું જ છે. દેશનાં ગૌરવ સમાન રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’નો કોઈ વિરોધ કરે તો આ લોકોને દેશના વડા તરીકે કહેવું પડે કે આ દેશનું સ્વીકારેલું સન્માન ગીત છે. તેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે.
પરંતુ આવી વાત અત્યાર સુધી દેશના આ સર્વોચ્ચ સ્થાને બેઠેલા લોકોએ મતદારોના ખાસ જથ્થાને ખુશ રાખવા માટે કહી જ નહીં. પરિણામે આજે દેશમાં રાષ્ટ્રભાષા માટે વિવાદ છે, રાષ્ટ્રગાન માટે વિવાદ છે, રાષ્ટ્રગીત માટે વિવાદ છે. હિન્દી ભાષામાં લખેલી સૂચનાઓ બંગ્લુરૂની મેટ્રો ટ્રેન પરથી ભૂસી કઢાય છે, કેટલીક લઘુમતી સ્કૂલોમાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ ગવાતું નથી. દેશના મૂવી થિયેટરોમાં જ્યારે રાષ્ટ્રગાન જણગણમન…. શરૂ થાય છે ત્યારે કેટલાક ઊભા થતાં ન હોવાના બનાવો બન્યા છે. આ શું સૂચવે છે? દેશમાં રાષ્ટ્રસન્માન માટે એક મત કેમ નથી ? આના માટે જવાબદાર કોણ ? રાષ્ટ્રીય સન્માન,રાષ્ટ્રભાષા,રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન માટે દેશમાં એક મત ના હોય શકે તો દેશની એક્તા અને અખંડિતતાની વાતો આપણે ક્યાં સુધી કર્યા કરવાની ?
શેક્સપિયર ભલે કહી ગયા કે નામમાં શું છે ? પરંતુ નામની પાછળ એક ઈતિહાસ ધરબાયેલો પડયો હોય છે. નામ સાથે જ પોતાને જોડીને પેઢીઓની પેઢીઓએ આ દેશમાં પોતાની ઓળખ, સંસ્કૃતિ સાચવીને રાખી છે. ત્યારે નામને મિટાવી દઈ મોર્ડન બનવા માગનારાઓ આ દેશમાં કદી પણ સફળ થવાના નથી. આજે રાષ્ટ્રપતિનાં શપથ લીધા બાદ રામનાથ કોવિંદે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રનિર્માણ ફક્ત સરકારો દ્વારા નહીં થઈ શકે, સરકાર મદદ કરી શકે છે, સરકાર સમાજની રચનાત્મક પ્રવૃત્તિઓને દિશા બતાવી શકે છે, પ્રેરક બની શકે છે. પરંતુ રાષ્ટ્રનિર્માણનો આધાર છે રાષ્ટ્રીય ગૌરવ. રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું અમને ગૌરવ છે-ભારતની માટી અને પાણી પર અમને ગૌરવ છે-ભારતની સંસ્કૃતિ, પરંપરા અને અધ્યાત્મ પર, અમને ગૌરવ છે-ભારતની વિવિધતા, સર્વધર્મ સમભાવ અને સમાવેશી વિચારધારા પર. પોતાનું હિન્દી પ્રવચન રાષ્ટ્રપતિએ જ્યારે જયહિંદ અને વંદે માતરમ્ના નારા સાથે પૂર્ણ કર્યું ત્યારે સંસદનો સેન્ટ્રલ હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠયો હતો.
ભારત મારી માતા છે અને મારી માતાને હું વંદન કરું છું એવી વાત કહેનાર જ્યારે રાષ્ટ્રપતિ તરીકે બિરાજવા જઈ રહ્યા છે ત્યારે તેમનું જયશ્રી રામ અથવા ભારત માતા કી જયના નારા સાથે સ્વાગત થતું હોય તો તેની સામે કોઈને વિરોધ ના હોવો જોઈએ….. શું કહેવું છે તમારે?

Comments
Post a Comment