ચંદ્રશેખર આઝાદ

જન્મ ચંદ્ર શેખર તિવારી 23 જુલાઇ 1906
ભારવા, અલિરાજપુર, સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી
મૃત્યુ: 27 ફેબ્રુઆરી 1931 (24 વયે)
અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત
અન્ય નામો આઝાદ
વ્યવસાય ક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજકીય કાર્યકર
સંગઠન હિંદુસ્તાન રિપબ્લિકન એશોશિએશન (પછીથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોશિએશન)
માટે જાણીતા છે ભારતીય સ્વતંત્રતા ચળવળ
ચંદ્રશેખર આઝાદનો જન્મ જુલાઇ ૨૩, ૧૯૦૬નાં રોજ મધ્ય પ્રદેશનાં ઝાબુઆ જિલ્લાનાં ભારવા ગામે થયેલો. તેઓ ભારતનાં એક અતી મહત્વનાં ક્રાંતિકારી હતા, તેઓને ભગતસિંહનાં માર્ગદર્શક માનવામાં આવતા હતા. તેમનું આખું નામ 'ચંદ્રશેખર સિતારામ તિવારી' હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબમાં આઝાદ અને પિતાનું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યારથી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.
અવસાન
આઝાદ અવસાન પામ્યા તે વૃક્ષ, આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ.
તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે અંગ્રેજો સામેની લડાઇ દરમિયાન થયેલું.
Comments
Post a Comment