કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો....

સંસારમાં બાપ-દિકરીના પ્રેમ જેવો અમુલ્ય પ્રેમ બીજો એકેય નથી.પિતા પુત્રને ક્યારેક ખીજાશે અથવા મારી પણ લેશે પણ ક્યારેય દિકરી પર હાથ નહિ ઉગામે ! કારણ એ સારી રીતે જાણે છે કે પુત્રી તો મારા ઘરની લક્ષ્મી છે,જોગમાયા છે.અને વાતેય સાચી છે ને ! જે ઘરમાં આવી કુમારિકા કિલ્લોલ કરતી હોય તે ઘરમાં તો પરમેશ્વર ના બોલાવો તોયે આવે ! પણ એ જ દિકરી જ્યારે વિદાય લે છે ત્યારે બીજા બધાંનું તો ઠીક પણ બાપનું તો સર્વસ્વ હાલ્યું જાય છે ! એનો સંસાર અસહ્ય બની જાય છે.જે માણસ પોતાની આખી જીંદગીમાં કદી રડ્યો ના હોય,આખા મલકને પોતાની નજરથી ધ્રુજાવતો હોય એ જ માણસ પુત્રીવિદાયના પ્રસંગે પોતાની વહાલસોયીના ખભે માથુ મુકીને નાના બાળકની જેમ ધ્રુસકા લે છે અને ત્યારે એની લાડલી પોતાના પિતાને નાના બાળકની જેમ છાના રાખે..... ! આ ચિત્ર જોનારાના પણ બધાં પાપ નષ્ટ થાય.કારણ....આ ક્ષણે જે નિષ્પાપ પ્રેમ અને કરૂણા હોય છે ને તે ખરેખર અદ્ભુત હોય છે.તો એવા જ એક બાપની વેદના કવિ દાદના આ પ્રખ્યાત કાવ્યમાં વર્ણવાયેલી વાંચો....
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો....
મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ફૂટી ગ્યો.
છબતો નહીં જેનો ધરતી ઉપર, ઇ પગ ત્યાં થીજી ગ્યો....
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો.
કાળજા કેરો કટકો મારો....
બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો....
રાહુ બનીને ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો.
કાળજા કેરો કટકો મારો....
આંબલ-પીપળ ડાળ બોલાવેે બેની તું એકવાર હામું જો....
અરે ધૂબકા દેતી જે ધરામાં ઈ આરો અણહરો.
કાળજા કેરો કટકો મારો....
ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો....
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો.
કાળજા કેરો કટકો મારો....
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો....
જાન ગઈ મારી જાન લઈ હું તો સૂનો માંડવડો.
કાળજા કેરો કટકો મારો....
ખરેખર અદ્ભુત કવિતા ! બધાંએ લોકગાયકોના કંઠે સાંભળી હશે.ક્યારેક ન રડેલો બાપ આજે રડે છે !
" મરદની આંખ ભીંજાણી રે....એની પાંપણે આવ્યા પાણી. "
અને આવા બીજા એક ઓછા પ્રખ્યાત કાવ્યના છેલ્લા અંતરામાં તો દાદ ખરેખર ગજબ શબ્દો ટાંકે છે કે -
" જેમ દરિયામાં રમતી'તી રૂડી એક માછલી રે....
એને તાણીને બાંધી દીધી ત્રાટ રે,
કહે રે બાળાપણ સુન મારી બેનડી રે....
હે જી ! તારે જોબનીયે વાળ્યો અમારો દાટ રે....
ઢોલ રે ધ્રબુક્યા....હૈયા ધડૂક્યા.
આ ગીત ભીખુદાનભાઇના કંઠેથી એકવાર સાંભળજો....આંખ ભીની થવાની ગેરેંટી સાથે ! ધન્યવાદ.

Comments
Post a Comment