વિસ્તારવાદી ચીનને તમામ ૧૮ પડોશી દેશો સાથે વિવાદ

લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ(LAC)ની બંને બાજુ ચીન અને ભારતનાં સૈનિકો ખડકાયેલાં છે. ભારતના ઇસ્ટર્ન સેક્ટરમાં ૧,૨૦,૦૦૦ સૈનિકો તહેનાત છે, જ્યારે ચીને આ વિસ્તારમાં ૧૩ રેજિમેન્ટ્સ એટલે કે ૩ લાખ સૈનિકો તૈયાર રાખ્યાં છે. અત્યારે ડોકા લા ક્ષેત્રમાં ચીન સાથે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે ત્યારે ભારતની તૈયારી કાચી નથી. ૧૯૬૨નાં ચીન સાથેનાં યુદ્ધ પછી ભારતે ઊંચાઈ પર બર્ફિલાં વાતાવરણમાં લડી શકે તેવી એક ટુકડી બનાવી છે તેનું નામ ‘માઉન્ટેઇન સ્ટ્રાઇક કોર્પ્સ’ ૯૦ હજાર સૈનિકો આ ફોર્સમાં તાલીમબદ્ધ બનીને તૈયાર છે. સમુદ્રથી ૭,૦૦૦ ફૂટની ઊંચાઈએ લડવા માટે તૈયાર આ ફોર્સ કોઈ પણ પરાક્રમ કરવા તૈયાર છે. આ માઉન્ટેઇન ફોર્સની મદદમાં સુખોઈ વિમાનોનું સ્ક્વોર્ડન આસામનાં તેજપુર એરબેઝ પર તૈયાર છે. ચાઈનાનું સાઉથવેસ્ટ સિટી ચેનગડુનાં એરબેઝ પર એરલિફટ કરવા માટેનાં વિમાનો તૈયાર છે જે ૪૮ કલાકમાં બોર્ડર પર પોતાનાં સૈનિકો મોકલી શકે છે. ચીન અને ભારત એકદમ યુદ્ધની કગાર પર આવી જવાનું કારણ પહેલી નજરે કોઈને સમજાય તેમ નથી, કારણ કે હજુ ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં ચીનના પ્રમુખનું વડા પ્રધાન મોદીએ અમદાવાદમાં શાનદાર સ્વાગત કર્યું હતું. અઢી વર્ષમાં એવું તો શું બની ગયું કે ચાઈના ભારતથી અકળાઈ ઊઠયો છે અને ભૂતાનની જમીન પચાવી પાડવાનો પેંતરો રચી ભારતની ઉશ્કેરણી કરી યુદ્ધ સુધીની વાતો કરવા લાગ્યો છે.
હકીકતમાં ચીનની નીતિ પહેલેથી જ વિસ્તારવાદી રહી છે. ચીનની ચારે બાજુ આવેલા પડોશી દેશોના એરિયા પડાવી પાડવાના મનસૂબા ચીન સેવી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભયંકર આર્િથક પ્રગતિ કરીને ચીને કમાયેલા રૂપિયા સંરક્ષણ બજેટમાં ખર્ચી જંગી લશ્કરી તાકાત ભેગી કરી છે. હવે આ લશ્કરી તાકાત બતાવી ચીન તેના પડોશીઓને દબડાવી રહ્યો છે. ચીનને સરહદના મામલે તેના તમામ ૧૮ પડોશી દેશો સાથે વિવાદ-ખટપટ ચાલે છે. ચીન પોતાનાં જૂનાં સામ્રાજ્યનો હવાલો આપી પહેલાં આ વિસ્તાર અમારો હતો એવા દાવા કરી રહ્યો છે. એમ તો પ્રાચીન ભારતનું સામ્રાજ્ય ગાંધાર સુધી વિસ્તરેલું હતું, એટલે આજે આપણે અફઘાનિસ્તાન અમારું હતું તેવો દાવો કરીએ તેવી વાતો અત્યારે ચીન કરી રહ્યો છે. પાકિસ્તાનને બાદ કરતાં ચીનની સરહદો જે ૧૮ દેશો સાથે જોડાયેલી છે તે તમામ સાથે ચીનને તકલીફ છે. ભારતનો જમ્મુ-કાશ્મીરનો ૩૮,૦૦૦ ચો. કિલોમીટરનો વિસ્તાર જે અક્સાઈ ચીન તરીકે ઓળખાય છે તેના પર ચીન ૧૯૬૨નાં યુદ્ધ પછી કબજો જમાવીને બેઠો છે. પાકિસ્તાને ગિલગિટ બાલ્ટિસ્તાનની ૫,૧૮૦ ચો. કિલોમીટર જમીન ચીનને આપી દીધી છે. આ જમીન ઁર્ંદ્બનો ભાગ છે. ૧૯૫૦માં ચીને આખા તિબેટ દેશ પર કબજો જમાવી દીધો છે. હવે ચીનની નજર ભારતના અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ભૂતાન પર છે.
ચીનનું કહેવું છે અરુણાચલ પ્રદેશ સાઉથ તિબેટનો જ હિસ્સો છે એટલે આ પ્રદેશ અમારો છે. આવી જ રીતે વિયેતનામના પાર્મીલ આયલેન્ડ, મૈક્લેસફિલ્ડ આયલેન્ડ પર ચીને દાવો કર્યો છે. ઉપરાંત સાઉથ ચાઈના સી પર પણ દાવો કરીને આ વિસ્તારના સમુદ્ર પર પોતાનાં વોરશિપ ફરતાં કરી દીધાં છે. જાપાન પણ ઇસ્ટ ચાઈના સી મુદ્દે દાદાગીરી કરતાં ચીનથી નારાજ છે. જાપાનના સેકાકૂ આયલેન્ડ અને રાયકુ આયલેન્ડ ચીનને જોઈએ છે. જાપાનની દરિયાઈ સીમામાં પણ ચીન ઘૂસપેઠ કરે છે. સાઉથ ચાઈનાની દરિયાઈ સીમાઓને લઈને ચીન સિંગાપુર, ફિલિપીન્સ, મલેશિયા અને તાઈવાન સાથે પણ સંઘર્ષમાં છે. આ દરિયામાં ફરતાં અમેરિકી જહાજોને કારણે ચીન અકળાયો છે અને અમેરિકાને પણ ધમકીઓ આપે છે. હદ તો ત્યારે થઈ કે ચીનનો ખાસ સાથીદાર ઉત્તર કોરિયા સાથે પણ ચીનને વિવાદ છે અને ઉત્તર કોરિયાના બાએકડૂ અને જીઆનદાઓ વિસ્તાર પર ચીનની નજર છે. પાકિસ્તાને તો ચીનની મીઠી નજરમાં રહેવા પોતાના દેશની સરહદો ચીન માટે ખોલી આપી છે એટલે પાકિસ્તાન અત્યારે ચીનનું લાડકું છે પરંતુ પાકિસ્તાનનું મીડિયા આ બાબતમાં ચિંતા જાહેર કરે છે કે ચીન પર આંધળો વિશ્વાસ કરવાથી પાકિસ્તાનની હાલત તિબેટ જેવી ના થઈ જાય. ચીનને આ ઉપરથી પડોશી મોંગોલિયા સાથે પણ સરહદ મુદ્દે તકરાર છે. ચીનની સરહદ આ દેશો સિવાય, રશિયા, કઝાકિસ્તાન, તાઝિકિસ્તાન, ક્યારગૈઝસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, લાઓસ, નેપાળ, ભૂતાન સાથે પણ મળે છે. રશિયા સહિત આ બધા જ દેશો સાથે ચીનને સરહદી વિવાદ છે. ચીનની વિસ્તારવાદી નીતિનો ભોગ તમામ પડોશીઓ બન્યા છે. રશિયા જેવા શક્તિશાળી દેશની ૪,૩૦૦ કિ.મી.ની સરહદ ચીન સાથે જોડાયેલી છે. રશિયાની ઇસ્ટર્ન બોર્ડર પર ઊસુરી નદીમાં આવેલા ઝેહનબાઓ આયલેન્ડ અને ચાઈનાની નોર્ધન ટીપ પર આવેલ અમુર અને અરગુન નદી પર આવેલા કેટલાક આયલેન્ડ પર ચીન દાવો કરે છે. પોતાના દાવામાં ચીન કહે છે કે, ૧૯મી સદીના ક્યુઈંગ એમ્પાયર અને રશિયા વચ્ચે જે સમજૂતી થઈ હતી તે અપ્રમાણિક હતી. રશિયા સાથે શિંગડાં ભેરવતાં ના ખચકાતા ચીન પાસે ભૂતાન જેવા ટચૂકડા દેશની શી વિસાત.
ભૂતાન સાથે ચીનની ૪૭૦ કિ.મી.ની સરહદ છે. આ સરહદ પર ૪૯૫ સ્ક્વેર કિ.મી. જેટલા વિસ્તાર વિવાદિત છે. આ ૪૯૫ સ્ક્વેર કિ.મી. વિસ્તારમાંથી ડોકા લા વિસ્તાર ચીનને જોઈએ છે, આ વિસ્તાર સિક્કિમ, ભૂતાન અને તિબેટ(ચીન)ને જોડતો ભાગ છે. આ ભાગ પર જો ચીન કબજો કરી દે તો અહીંથી ભારતના સિલિગુડી વિસ્તાર પર સીધી ચીન નજર રાખી શકે. સિલિગુડીનો રોડ ભારતને નોર્થઇસ્ટ રાજ્યોને જોડતો એક માત્ર માર્ગ છે. યુદ્ધના સંજોગોમાં ચીન જો ડોકા લા વિસ્તારમાંથી સિલિગુડી રોડ કબજે કરી દે તો ભારતનાં નોર્થઇસ્ટ રાજ્યો ભારતથી છૂટાં પડી જાય, એટલે યુદ્ધરણનીતિ માટે આ વિસ્તાર ભારત માટે ખૂબ જ અગત્યનો છે.
ચીને ડોકા લા વિસ્તારમાં ઘૂસી જઈ રોડ બનાવવાનું શરૂ કર્યું કે ભૂતાનના કહેવાથી ભારતીય સૈનિકોએ ચીનની કામગીરી અટકાવી દીધી છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં માત્ર ૧૦૦ મીટરનાં અંતરે ભારત અને ચીનનાં સૈનિકો તંબુઓ તાણીને ઊભાં છે. ચીને ભારતને ધમકીઓ આપીને સરહદ પર સેના ખડકવા માંડી છે. ચીનનું કહેવું છે કે ભારત પાસે માત્ર ત્રણ ઓપ્શન છે. (૧) ડોકા લા વિસ્તાર ખાલી કરી દે (૨) ડોકા લા વિસ્તારમાં રહેલાં ભારતીય સૈનિકોની અમે ધરપકડ કરીએ અને (૩) ડોકા લા વિસ્તારમાં ઘૂસેલાં ભારતીય સૈનિકોની અમે હત્યા કરી નાખીએ.
આ ચીનની ભાષા ઉશ્કેરણીજનક અને બે અણુબોંબ રાખનારા દેશો વચ્ચે યુદ્ધ થાય તે પ્રકારની છે.
સવાલ એ છે કે શું આ મુદ્દે ચીન ભારત સાથે ઓલઆઉટ વોર માટે ઊતરી પડશે.
હકીકતમાં ભારત સાથે યુદ્ધ એટલે ચીનના વેપારને મોટો ફટકો છે. ચીન ભારતનો બીજા નંબરનો વેપારી સાથીદાર છે. વર્ષે ૬૧.૭ બિલિયન ડોલરનો માલ ચીન ભારતમાં એક્સ્પોર્ટ કરે છે. આટલા વિશાળ ધંધાને ફટકો પડે એવું ચીન ના કરે, પરંતુ ભારત ચીનના પ્રભાવમાં નથી એ વાત ચીનને સતત પગમાં કાંટો વાગ્યો હોય તે રીતે દુઃખી રહી છે. ચીનના ઇતિહાસના સૌથી મોટા પ્રોજેક્ટ ‘વન બેલ્ટ વન રોડ’માં ભારતે જોડાવાની ના પાડી છે ત્યારથી ચીન ભારત પર ગુસ્સે છે. ચીનથી યુરોપ સુધી રોડ બનાવવાના ચીનના આ મહાકાય પ્રોજેક્ટમાં દુનિયાના ૬૫ દેશો જોડાયા છે પરંતુ ચીનની દાનતથી વાકેફ ભારતે આ પ્રોજેક્ટમાં જોડાવવાની ના પાડી દીધી છે. ચીન આ પ્રોજેક્ટ સફળ કરીને સમગ્ર એશિયામાં એક મહાસત્તા બની દુનિયામાં સુપર પાવર બનવા માગે છે. ચીનનાં આ સ્વપ્નમાં પડોશી ભારત જ એક વિઘ્ન બનીને ઊભો છે.
આ સંજોગોમાં ચીન હવે પોતાનાં આ સ્વપ્નને પૂરું કરવા કોઈ પણ હદે જઈ શકે છે. સામે પક્ષે ભારત પણ તમામ ગણતરીઓ કરી તૈયાર છે. એક સાથે પાકિસ્તાન અને ચીનની સરહદે હુમલા થાય તો કઈ રીતે સરહદોની સુરક્ષા કરવી તે માટેની રણનીતિ સરકાર અને સેના તૈયાર કરીને બેઠી છે. ચીની સરહદે રોજ ટેન્શન વધતું જાય છે. જો ડિપ્લોમેટિક રસ્તો નહીં નીકળે તો ચીન-ભારતના યુદ્ધનાં નગારાં વાગી ચૂક્યાં છે.
#BAZ_2906

Comments
Post a Comment