કલામનાં સપનાનું વિકસિત ભારત સર્જવા મોદીની યુવાનોને અપીલ..

દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત એપીજે અબ્દુલ કલામનાં સપનાનું વિકસિત ભારત સર્જવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનોને અપીલ કરી હતી. આથી યુવાનોને સંગઠિત બનીને દેશનો વિકાસ કરવાનાં શપથ લેવા મોદીએ સલાહ આપી હતી. કલામની બીજી મૃત્યુતિથિએ ડો.એપીજે અબ્દુલ કલામ નેશનલ મેમોરિયલને મોદીએ રામેશ્વરમ ખાતે ખુલ્લું મૂક્યું હતું. આ સ્મારકને ડ્ઢઇર્ડ્ઢં દ્વારા રૂ. ૧૫ કરોડનાં ખર્ચે બાંધવામાં આવ્યું છે. કલામની મૃત્યુતિથિએ દેશભરમાં નેતાઓ અને મહાનુભાવો દ્વારા કલામને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. રામેશ્વરમમાં મોદી કલામનાં પરિવારને મળ્યા હતા. સ્મારકનાં પરિસરમાં ધ્વજારોહણ કર્યું હતું આ પછી વીણા વગાડતા કલામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સ્મારકમાં કલામનાં જીવનની પળોને સજીવ કરવામાં આવી છે. કલામ સંદેશ વાહિની બસને લીલીઝંડી બતાવી મોદીએ રવાના કરી હતી. આ બસ દેશનાં તમામ રાજ્યોમાં ફરશે. ૧૫ ઓક્ટોબરે કલામની જન્મજયંતિએ રાષ્ટ્રપતી ભવન પહોંચશે. વેંકૈયા નાયડુએ દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું પીએમ મોદીની સ્ટાઈલમાં નામ પરિભાષિત કર્યું હતું.
kalam sir modji new updates
તો દેશ વિકાસ તરફ ૧૨૫ કરોડ ડગલા આગળ ધપશે
મોદીએ કહ્યું હતું કે રામેશ્વરમની પવિત્ર ભૂમિએ આપણને કલામ જેવા મહાનુભાવની ભેટ આપી છે.  યુવાનો કલામને પ્રિય હતા.તેઓ દેશને વિકસિત જોવા માગતા હતા. આપણે જ્યારે દેશનો ૭૫મો સ્વતંત્રતા દિન ઉજવીએ ત્યારે ૨૦૨૨માં આપણો દેશ જીવનના દરેક તબક્કે વિકાસ પામ્યો હોય તેવા શપથ યુવાનોએ લેવા જોઈએ. દેશની વસ્તી ૧૨૫ કરોડ છે.  આથી દરેક વ્યક્તિ એક ડગલું આગળ ભરશે તો દેશ વિકાસ તરફ ૧૨૫ કરોડ ડગલા આગળ ધપશે તેમ મોદીએ કહ્યું હતું.  આ પ્રસંગે મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, અમૃત સિટી કે સ્માર્ટ સિટી અને ક્લીન ઈન્ડિયા પ્રોજેક્ટને સફળ બનાવી કલામનાં સપનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
અયોધ્યાનાં ફૈઝાબાદથી રામેશ્વરમની ટ્રેનને લીલીઝંડી
મોદીએ આ પ્રસંગે અયોધ્યાનાં ફૈઝાબાદથી રામેશ્વરમની વીક્લી ટ્રેનને લીલીઝંડી આપી હતી. રામેશ્વરમમાં ભગવાન રામે લંકામાં જવા સેતુ બાંધ્યો હતો. આમ રામેશ્વરમ હિંદુઓ માટે ધર્મ અને આસ્થાનું પ્રતિક છે. ભગવાન રામ સાથે તે સંકળાયેલું છે. બીજી બાજુ અયોધ્યા એ રામની જન્મભૂમિ છે. આથી લોકોને આવવા-જવા આ ટ્રેન શરૂ કરાઈ છે.
કલામનું સ્મારક બનાવનાર ભાઈ-બહેનોનાં પરિશ્રમની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી
મોદીએ કહ્યું કે કલામનું સ્મારક એક વર્ષનાં ટૂંકાગાળામાં બનાવાયું છે. મોદીએ કહ્યું કે આ સ્મારકને બનાવવામાં યોગદાન આપનાર ભાઈઓ અને બહેનો તેમજ કોન્ટ્રાકટરો પ્રશંસાને પાત્ર છે. કામદારો અને મજૂરોએ રોજ ૨ કલાક વધારે કામ કર્યું હતું અને તે માટે વધારાની મજૂરી કે પૈસા માગ્યા ન હતા. મોદીએ જયલલિતાને યાદ કરતા કહ્યું કે આ પ્રસંગે અમ્માની ખોટ સાલે છે. જો તેઓ જીવતા હોત તો મજૂરોની આ ત્યાગ અને પરિશ્રમની ભાવના જાણીને મારા કરતા વધારે ખુશ થયા હોત. મોદીએ પોતાની બેઠકો પરથી ઊભા થઈને આ કામદારો અને મજૂરોનું અભિવાદન કરવા લોકોને અપીલ કરી ત્યારે હાજર રહેલી મેદનીએ સ્ટેન્ડિંગ અવેશન આપ્યું હતું.
modi 2nd anniversary of kalam sir


Comments