*જોગીદાસ ખુમાણ ચલચિત્ર ગુજરાતી ફિલ્મ

જોગીદાસ ખુમાણની વાત જ અનોખી છે. શૂરામાં સંત અને સંતોમાં શૂરા. કાઠીકુળના તેજસ્વી સૂર્ય સરખા હતા જોગીદાસ,ક્ષાત્રતેજ ને દિપાવનાર વિર.જે હાદા ખુમાણ ના તનય,આલા ખુમાણ ના પૌત્ર,અને સામત ખુમાણ ના પ્રપૌત્ર.
*"પરદાદા સામત પછી, પાયો આલો પૌત*
*ગણવું કાશપ ગૌત, જનક હાદાય જોગડા"*
(~ધાર્મીકભા ગઢવી)

ફિલ્મ પહેલી વાર ૧૯૪૮માં બનેલી. નિર્માતા ચાંપશીભાઇ નાગડા અને દિગ્દર્શક મનહર રસકપૂર.
મેઘાણીના પુસ્તકો વાંચીને ઉછરેલા સુરતીલાલા મનહરભાઇની પોતાની નિર્માણ સંસ્થાને આધિન આ પ્રથમ ફિલ્મ હતી ‘જોગીદાસ ખુમાણ.’ 
‘ગુરૂ’ વિજય ભટ્ટે મનહરભાઇની પહેલી ફિલ્મનો પહેલો શૉટ લીધો અને તેમને આશીર્વાદ પણ આપ્યા. અરવિંદ પંડ્યાની મુખ્ય ભૂમિકા ધરાવતું ‘જોગીદાસ ખુમાણ’ (૧૯૪૮) સામાન્ય પ્રેક્ષકોથી માંડીને ર.વ.દેસાઇ જેવા મહાનુભાવોને પણ રિઝવી શક્યું. વિખ્યાત સાહિત્યકાર ર.વ.દેસાઇએ લખ્યું હતું,‘ આજે મેં ‘જોગીદાસ ખુમાણ’ જોયું ...નિર્દેશક વિષયને વફાદાર રહ્યા છે, તેના કારણે પડદા પર આખું વાતાવરણ જીવંત થઇ ઉઠે છે. બહારવટાનું ચિત્રણ આપણા મનમાં વૈચારિક શુદ્ધતાને ઢંઢોળે છે. સમાજને પાંગળો કરતાં પ્રણયદૃશ્યો નહીંવત્‌ છે, તેનાથી ગુજરાતની મોટી સેવા થઇ છે. જેટલાં પ્રણયદૃશ્યો છે, તે પણ સંયમિત છે....‘જોગીદાસ ખુમાણ’ જેવી ફિલ્મોને હું ચોક્કસ આવકાર આપું.’
જોગીદાસ ખુમાણ(૧૯૬૨):
મનહરભાઇને જોગીદાસની કથાવસ્તુ સાથે ભારે લગાવ હતો. એમણે ફિલ્મ ફરી ૧૯૬૨માં બનાવી. એમાં દક્ષિણના પ્રસિદ્ધ કલાકાર પી. જયરાજ હતા. તથા રાજમાતા સમા દેખાતા ઊર્મિલા ભટ્ટ.
‘જોગીદાસ ખુમાણ’ (૧૯૭૫): કલર ફિલ્મ નો જમાનો આવતા ફરી એક વાર રંગીન ચલચિત્ર મા મઢી ને મનહરભાઇ એ ફિલ્મ બનાવિ,
અરવિંદ ત્રિવેદી એ બેખુબ જોગીદાસ નો રોલ ભજવેલો અને વજેસંગ અરવિંદ પંડ્યા,આ ફિલ્મ અસલ ફિલ્મની ત્રીજી રી-મેક હતી.
ત્રણેય ફિલ્મો ખૂબ સફળ રહી, સુપર હિટ નીવડી. મનહરભાઇને આ બહારવટિયા જોગીદાસે ભારે વશ કરેલા હોં? એમણે આ જ ફિલ્મ ચોથીવાર બનાવવાની પણ તૈયારીઓ કરી લીધેલી.
મનહર રસકપૂરે પોતાની કારકિર્દી દરમિયાન બહારવટિયાઓનાં જીવન પરથી ‘જોગીદાસ ખુમાણ’, ‘કાદુ મકરાણી’ (ગુજરાતમા તે સમયની ‘મુગલ-એ-આઝમ’નો બૉક્સ ઑફિસ વિક્રમ તોડી નાખ્યો ) અને ‘મૂળુ માણેક’ જેવી ફિલ્મો તો બનાવી જ પણ સાથે સાથે ‘અખંડ સૌભાગ્યવતી’, ‘નારી તું નારાયણી’, ‘મારી હેલ ઉતારો રાજ’, ‘મળેલા જીવ’, ‘જય રણછોડ’, ‘કલાપી’, ‘ભ્રષ્ટાચાર મુર્દાબાદ’, ‘મિયાં ફુસકી’, ‘સૂરો સાવજ છેલભાઇ’ (અપૂર્ણ), ‘મેંદી રંગ લાગ્યો’ જેવી ફિલ્મો બનાવીને પોતાની ઑલ રાઉન્ડ પ્રતિભાનો પરચો આપી દીધો, રૂપછાયા કંપનીની સ્થાપી જીવન પર્યંત ગુજરાતી ફિલ્મો વળગી રહ્યા.
૧૪ ફેબ્રુઆરી, ૧૯૮૦ના મહાશિવરાત્રીના દિવસે ફિલ્મના શૂટિંગ દરમિયાન જ હાલોલના લકી સ્ટુડિયોમાં તેમનુ અવસાન થયુ


Comments