કચ્છની ખ્યાતનામ સ્વૈચ્છિક સંસ્થા વીઆરટીઆઈ દ્વારા 100 પુસ્તકોનું પ્રકાશન : ગ્રંથ પ્રકાશન શતકની થશે ભવ્ય ઉજવણી

કચ્છની ખ્યાતનામ સ્વૈચ્છિક સંસ્થા વીઆરટીઆઈ દ્વારા 100 પુસ્તકોનું પ્રકાશન : ગ્રંથ પ્રકાશન શતકની થશે ભવ્ય ઉજવણી
ભૂજ ... જેમણે પોતાનું સમગ્ર જીવન રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોને સમર્પિત કર્યું એવા પી. ખરસાણીની નાટ્ય સ્વરૃપે લખાયેલી આત્મકથા પ્રકાશિત કરવા કોઈ તૈયાર નહોતું. અમદાવાદની કર્મભૂમિ ધરાવતા આ નીવડેલા રંગકર્મીની આત્મકથા પ્રકાશિત કરી કચ્છના માંડવી
બાબુ રાણપુરા ગુજરાતી ભાષા સાહિત્યનું એક સશક્ત નામ. તેમનાં લખેલાં અનેક ગીતો લોક ગીતો તરીકે ઓળખાતાં. તેમના પુસ્તકનું પ્રકાશન કર્યું વીઆરટીઆઈએ.
કચ્છ મિત્રની વિવિધ પૂર્તિઓમાં અદભૂત દસ્તાવેજીકરણના લેખો વર્ષોથી છપાયા કરે. છાપુ તો બીજા દિવસે પસ્તી થઈ જાય. મહામૂલા લેખોને પુસ્તકો સ્વરૃપે ગ્રંથસ્થ કરવાની જવાબદારી લીધી વીઆરટીઆઈએ.
કોઈ સ્વૈચ્છિક સંસ્થાએ પુસ્તક પ્રકાશનની પ્રવૃતિ હાથ ધરીને એકસો પુસ્તકો પ્રકાશિત કર્યા હોય તેવી આ પ્રથમ અને વિરલ ઘટના છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પુસ્તકો પ્રકાશિત કરતી હોય છે, પરંતુ તે મોટાભાગે પોતાની પ્રવૃતિને અનુરૃપ હોય.
વીઆરટીઆઈએ તો સાહિત્યનાં વિવિધ સ્વરુપનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તેમાં વાર્તાસંગ્રહો છે, નવલકથાઓ છે, આ ઉપરાંત બાળસાહિત્ય, કાવ્યસંગ્રહ, આરોગ્ય, પ્રેરણાદાયી, ગ્રામોત્થાન, દસ્તાવેજીકરણ એમ વિવિધ પ્રકારનાં પુસ્તકો આ સંસ્થાએ પ્રકાશિત કર્યાં છે. 

વિશેષ વાત એ છે કે તેમણે 20 ટકા જેટલા નવોદિત લેખકોને તક આપી છે. 58 લેખકોનાં એકસો પુસ્તકો પ્રકાશિત થયા છે. લેખકોમાં રજનીકુમાર પંડ્યા, કિર્તી ખત્રી, માવજી મહેશ્વરી, મનસુખ સલ્લા,ગોરધન ભેસાણીયા, જશુભાઈ સોની, ગુલાબ દેઢિયા, માણેકલાલ પટેલ, હરેશ ધોળકિયા, ડો. કાન્તિ ગોર, ભારતી ગોર, મદનકુમાર અંજારિયા, સંજય પી. ઠાકર, હસમુખ અબોટી, નરેશ અંતાણી, પ્રફુલ ખરસાણી, મુક્તા ખત્રી, હરિતા પ્રતિક, જ્યન્તી જોશી, લાલજી મેવાડા, રવિ પેથાણી, લાલ રાંભિયા વગેરેનો સમાવેશ થાય છે.
સંસ્થાના પ્રકાશન અધિકારી ગોરધનભાઈ પટેલ 'કવિ', કહે છે કે અમને આનંદ છે કે અમે સાહિત્ય ક્ષેત્રનાં એકસો મહત્વનાં પુસ્તકો પ્રકાશિત કરી શક્યા છીએ. કચ્છ મિત્રની કોલમમાંથી અણમોલ કહી શકાય તેવું દસ્તાવેજીકરણ પણ હવે પુસ્તકો સ્વરૃપે સચવાયું છે.
વીઆરટીઆઈ સંસ્થા કચ્છમાં અનેક સુંદર અને અસરકારક સેવાકીય પ્રવૃતિઓ કરે છે. આ સંસ્થાના સ્થાપક શ્રી કાન્તિસેન શ્રોફ 'કાકા' છે અને જાણીતા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાએ આ સંસ્થાની કામગીરી વિશે સુંદર પરિચય પુસ્તિકા પણ લખી છે.
ગોરધનભાઈ પટેલ 'કવિ'નો સંપર્ક નં. 9825243355 છે.
 

Comments