13 ઓગષ્ટ 2016 "એક ઓજશવી અને તેજસ્વી સંત પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા"

પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતા આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ખાસ કરીને સ્વામી નારાયણ સંપ્રદાયમાં તેમના હરીભક્તોમાં તો ઠીક સમગ્ર ગુજરાત આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમને જુદી જુદી તકલીફ થયેલી હતી. આજના દિવસે સાંજે છ વાગે સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા મને પણ એક સંસ્થા (RSS) ના પ્રતિ નિધિ તરીકે વડોદરા મંદિર ના કોઠારી સ્વામીજી ભાગ્યસેતુ સ્વામીજી અને તેમનજ દક્ષિણ ગુજરાતના PRO કામ જોતા સંજયભાઈ દ્વારા પૂ બાપાના સમાચાર મળ્યા. બાપ્સના બ્રહ્મવિહારી દાસ સ્વામીએ દુઃખ સાથે સમાચાર વ્હાવ્યા કહ્યું હતું કે તેઓ બ્રહ્મલીન થયા છે. તેમણે સમાચાર માધ્યમો ને એમ પણ કહ્યું હતું કે લાખો હરીભક્તો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
Image result for pramukh swami maharaj last darshan\

બે દિવસ બાદ તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યા છે. ૯૫ વર્ષની વયે પહોેચેલા પ્રમુખ સ્વામી મહારાજ હજુ પણ સક્રિય હતા. પરંતુ તેમની છાંતી ઈન્ફેકશન થયું હતું. સાળંગપુર સ્વામી નારાયણ મંદિરમાં છેલ્લા ઘણા સમયથી તેમને સારવાર આપવામાં આવી રહી હતી. ૧૦ તબીબોની ટીમ તેમના આરોગ્ય પર નજર રાખી રહી હતી. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ સાતમી ડિસેમ્બર ૧૯૨૧ના દિવસે થયો હતો. પ્રમુખ સ્વામી મહારાજ હાલમાં બાપ્સ સ્વામી નારાયણ સંસ્થાના પ્રમુખ અથવા તો ગુરૃ તરીકે હતા.
Image result for pramukh swami maharaj

ગુણિતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બાદ પાંચમાં અનુગામી તરીકે તેમને ગણવામાં આવતા હતા. સ્વામી નારાયણ સાથે જોડાયેલા અને અન્ય સમુદાય સાથે જોડાયેલા તમામ લોકોને પણ તેઓ જુદા જુદા સૂચનો વારંવાર કરતા રહેતા હતા. તેમના સત્સંગમાં લાખો લોકો એકત્રિત થતા હતા. શાસ્ત્રીજી મહારાજ પાસેથી ૧૯૪૦માં હિન્દુ સ્વામી તરીકે પ્રમુખ સ્વામી મહારાજ સક્રિય થયા હતા. બાપ્સના સ્થાપક તરીકે શાસ્ત્રીજી મહારાજ હતા. તેઓએ મોડેથી તેમની નિમણૂંક ૧૯૫૦માં બાપ્સના પ્રમુખ તરીકે કરી હતી. યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને તેમના અનુગામી તરીકે અને બાપ્સના ગુરૃ તરીકે જાહેર કર્યા હતા. તેઓએ ૧૯૭૧માં તેમની ભૂમિકા શરૃ કરી હતી. બાપ્સના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે બાપ્સ સંસ્થાને વિશ્વના દેશોમાં પહોંચાડી દેવામાં ભૂમિકા ભજવી હતી. ભારતમાં જ નહીં બલ્કે ભારત બહાર પણ એક પછી એક સ્વામી નારાયણ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
Image result for pramukh swami maharaj
બાપ્સ ચેરીટીના સંદેશાઓ સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં આવ્યા હતા. શાંતિલાલનો જન્મ સાતમી ડિસેમ્બર ૧૯૨૧ના દિવસે ગુજરાતના ચાણસદ ગામમાં થયો હતો. તેમના માતા-પિતા મોતીભાઈ અને દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના હરીભક્ત તરીકે હતા. સાથે સાથે અક્ષર પુરૃષોત્તમ સંપ્રદાયમાં વિશ્વાસ રાખતા હતા. મોતીભાઈ અને દિવાળીબેન બંને સ્વામી નારાયણમાં ખૂબ જ વિશ્વાસ ધરાવતા હતા. દિવાળીબેનના પરિવારના સભ્યો ભગતજી મહારાજના ગાળામાં પણ આગળ વધ્યા હતા. શાસ્ત્રી મહારાજે તે વખતે યુવા શાંતિલાલને જન્મ વખતે વિશેષ આશિર્વાદ આપ્યા હતા અને તે વખતે તેમના પિતાને શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે આ બાળક અમારો છે. જ્યારે સમય આવશે ત્યારે આ બાળકને અમને આપી દેજો. તેઓ ભગવાન પ્રત્યે લાખો લોકોને અગ્રેસર કરશે. ત્યારબાદથી જ પ્રમુખ સ્વામી મહારાજમાં લોકોની શ્રદ્ધા વધવા લાગી હતી.


Comments