એક સમયે જબરદસ્ત ક્રેઝ ધરાવતી કેટલીક આઉટડેટેડ થઇ ગયેલી ટેકનોલોજી....
ટેકનોલોજી ખુબ જ ઝડપથી બદલાઈ રહી છે. રોજ નવી નવી શોધ અને નવી નવી ટેકનોલોજીના કારણે આજે જે ગેજેટ્સ,ફેશન કે અન્ય વસ્તુઓનો એકદમ ક્રેઝ હોય તે થોડા સમય પછી સાવ ‘આઉટ ઓફ ડેટ’ બની જાય તેવું પણ અનેકવાર બને છે. જેમ કે ૯૦ના દશકમાં લેન્ડલાઈન ફોન એ દરેક ઘરની શાન અને ખુબ જ જરૂરિયાતનું સાધન માનવામાં આવતા હતાં, પરંતુ ત્યાર બાદ મોબાઈલનું આગમન થતા લેન્ડલાઈન ફોનની અગત્યતા હવે સાવ ઘટી ગઈ છે. સ્માર્ટફોન આવતા સાદા મોબાઈલ પણ હવે આઉટઓફ ડેટ થતા જાય છે. આવા તો અનેક ઉદાહરણો છે કે એક વખત ઘર ઘરની શોભા વધારતા અને ખુબ જ લોકપ્રિય ઉપકરણો આજે નામશેષ થઇ ગયા છે. આવા કેટલાક ગેજેટ્સ અને ઉપકરણોને યાદ કરીએ.

90ના દશકમાં લગભગ દરેક બાળકોને આ ગેમએ ઘેલું લગાડ્યું હતું. હવે સ્માર્ટફોન્સમાં એકદમ આધુનિક ટેકનોલોજી અને એકદમ રીયલ ફિલ થાય તેવી ગેમ્સના કારણે અગાઉની આ ગેમ હવે ભાગ્યે જ જોવા મળે છે. તેમાં પણ હવે ‘વર્ચ્યુઅલ રીયાલીટી’ના આગમન પછી તો આપણે પોતે પણ આ ગેમનો એક હિસ્સો હોય તેવી જ અનુભૂતિ થાય છે.
એક સમયે મનપસંદ મ્યુઝીક સંભાળવું હોય તો ઘરમાં બેઠા બેઠા અને મોટી સાઈઝના ટેપરેકોર્ડર સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. ત્યાર બાદ, ‘વોકમેન’ નું આગમન થતા લોકો ગમે તે જગ્યાએ અને પ્રવાસમાં પણ પોતાનું મનપસંદ મ્યુઝિક સાંભળવાનો જોરદાર વિકલ્પ મળતા તે સમયે ‘વોકમેન’ નો જબરદસ્ત ક્રેઝ જોવા મળતો હતો. કેસેટ વડે સાંભળી શકાય અને ચાલતા ચાલતા અને ફરતા ફરતા ગમે ત્યારે આવી રીતે મ્યુઝીક સાંભળી શકાય તેવું આ પહેલું ડીવાઈસ હતું. મોબાઈલના આગમન બાદ આ ડીવાઈસ પણ ચલણની બહાર ફેંકાઈ ગયું.
કેમકોર્ડર જયારે માર્કેટમાં આવ્યું ત્યારે તે એક ક્રાંતિકારી શોધ ગણવામાં આવતું હતું અને ઘણા સમય સુધી એક પોપ્યુલર ગેજેટ તરીકે સ્થાન પામ્યું હતું. વિડીયો રેકોર્ડ કરવાં માટે તેનો ઉયોગ કરવામાં આવતો હતો. એક પોર્ટેબલ વિડીયો રેકોર્ડર તરીકે તે લોકપ્રિય બન્યું હતું. ત્યાર બાદ, સીડી અને ડીવીડીનું આગમન થયા બાદ તેનું ચલણ સાવ ઘટી ગયું હતું.
ફ્લોપી ડિસ્ક એક સમયમાં ખુબ જરૂરી વસ્તુ માનવામાં આવતી હતી. ડેટા સ્ટોરેજ માટે તે એક અનિવાર્ય ચીજ બની ગઈ હતી. હજી થોડા વર્ષો પહેલા સુધી દરેક કમ્પ્યુટર્સમાં ફ્લોપી માટેની એક અથવા બે ડ્રાઈવ રાખવામાં આવતી હતી. ત્યાર બાદ પેન ડ્રાઈવ અને હાર્ડ ડિસ્કનો જમાનો આવી જતાં હવે ફ્લોપી એક ભૂતકાળની વસ્તુ બની ગઈ છે. ઉપરાંત, તેની સ્ટોરેજ ક્ષમતા ખુબ જ ઓછી હતી જયારે આજની પેન ડ્રાઈવ અને હાર્ડ ડિસ્કમાં સ્ટોરેજ કેપેસીટી ઘણી બધી વધુ મેળવી શકાય છે.
સ્માર્ટફોન, મોબાઈલ અને ટીવી આવ્યા પહેલા ટ્રાન્ઝીસ્ટાર રેડિયો લોકોના મનોરંજન માટેનું એક બહુ મહત્વનું માધ્યમ માનવામાં આવતું હતું. આકાશવાણી, સિલોન વિગેરે દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમો લોકો ખુબ રસથી સંભાળતા હતાં. ક્રિકેટ મેચના સમયમાં તેનું વેંચાણ પણ ઘણું વધી જતું હતું, કારણ કે મેચની લાઈવ કોમેન્ટરી સાંભળવા માટે પણ તે એક જ સાધન હતું. એક સમય એવો હતો કે રેડિયો વસાવવા માટે પણ લાયસન્સ લેવું પડતું હતું

પેજર પણ એક સમયે એક ક્રાંતિકારી ટેકનોલોજી માનવામાં આવતી હતી. ઈમર્જન્સીમાં કોઈનો સંપર્ક કરવો હોય તેના માટે બહુ અગત્યની વસ્તુ પેજર હતી. પેજરમાં પણ અલગ અલગ પ્રકાર આવતા હતાં. જેમાં ફક્ત કોન્ટેક્ટ કરવાં માંગતા વ્યક્તિનો નંબરથી લઈને મેસેજ પણ આપી શકાય તેવાં અલગ અલગ પેજર તે સમયે ડોકટરો અને અન્ય લોકોને ઘણા ઉપયોગી સાબિત થયા હતાં. પરંતુ પેજ્રનો જમાનો બહુ થોડા સમય સુધી જ ચાલ્યો કારણ કે થોડા સમયમાં જ મોબાઈલનું ચલણ ખુબ વધી જતાં પેજરની ઉપયોગીતા રહી નહોતી.
મોટાભાગે સરકારી ઓફિસોમાં અને કોર્પોરેટ ઓફિસોમાં જોવા મળતી આ ટેકનોલોજી ટેલીફોન પર ટેક્સ્ટ મેસેજ મોકલાવવા માટે કામમાં આવતી હતી. પરંતુ આજના ઈમેઈલ અને સ્માર્ટફોનના જમાનામાં તેની ઉપયોગીતા રહી નથી.
મનપસંદ મુવી જોવા માટે એક સમયે વીસીઆર એકમાત્ર સાધન હતું. ત્યાર બાદ ડીવીડી અને સીડી આવી જતાં તેનો ઉપયોગ બંધ થઇ ગયો હતો. હવે તો તે પણ જુનવાણી ટેકનોલોજી થઇ ગયેલ છે
ટાઈપ રાઈટર પણ એક એવી ટેકનોલોજી છે, જે એક સમયે ખુબ અગત્યતા ધરાવતી હતી, પરંતુ આજના જમાનામાં તે સાવ આઉટડેટેડ બની ગયેલ છે. અગાઉ સરકારી ઓફિસો અને મોટી કંપનીઓમાં ટાઈપ રાઈટર્સ અને ટાઈપીસ્ટ વિનાની કલ્પના પણ નહોતી કરી શકતી. પત્રવ્યવહાર માટે અને ઓફિસોના જરૂરી કામકાજ માટે ટાઈપ રાઈટર અનિવાર્ય બની ગયા હતાં. એટલું જ નહિ પરંતુ અભ્યાસક્રમમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Comments
Post a Comment