અમૃત ઘાયલ

અમૃત ઘાયલ

અમૃત ઘાયલ એ ગુજરાતી સાહિત્યમાં એક જાણીતું નામ છે. તેઓ એક કવિ હતા. તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ ઘાયલ હતું. એમનો જન્મ ઓગણીસમી ઓગસ્ટ૧૯૧૬ના દિવસે સરધાર, તાલુકો-જિલ્લો રાજકોટસૌરાષ્ટ્રગુજરાત ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો.તેમની માતાનુ નામ સંતોકબેન અને પિતાનુ નામ લાલજીભાઇ હતુ.તેમનુ અવસાન 25 – ડીસેમ્બર 2002 ના રોજ રાજકોટ ખાતે થયુ હતુ.
Image result for amrut ghayal

સવિશેષ પરિચય

ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ, ‘અમૃત ઘાયલ’ (૩૦-૯-૧૯૧૫) મુખય્ત્વે ગઝલકાર તરીકે જાણીતા છે.તેમણે સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુ હતુ.પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યુ હતુ.તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.(બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો.તેઓ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર શ્રી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯ થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. તેઓ નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી થયા હતા.
મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.

સર્જનાત્મક કાર્યોની શ્રેણી

  • શૂળ અને શમણાં (૧૯૫૪)
  • રંગ (૧૯૬૦)
  • રૂપ (૧૯૬૭)
  • ઝાંય (૧૯૮૨)
  • અગ્નિ (૧૯૮૨)
  • ગઝલ નામે સુખ(૧૯૮૪)
  • Image result for amrut ghayal

Comments