મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ જીવન ઝરમર
“ હું જન્મભૂમિને મા માનું છું. તેની ભક્તિ કરું છું, પૂજા કરૂ છું. પોતાની માતાની દુર્દશા જોઈને કયો પુત્ર સ્વસ્થ રહી શકે? તેના ઉદ્ધાર માટે તે પ્રયાસ નહી કરે ? આ પતિત રાષ્ટ્રનો ઉદ્ધાર કરવાની શક્તિ મારામાં છે એમ હું માનું છું. એ શક્તિ નહી,પણ જ્ઞાનશક્તિ છે….ઈશ્વરે જ્ મારૂ એવું ભાગ્ય નિર્માણ કર્યું છે. મને ચૌદમા વર્ષથી અંત:સ્ફૂરણા થતી રહી છે.”
રાષ્ટ્રવાદી યુગપુરૂષ શ્રી અરવિંદ ઘોષનો જન્મ તા.૧૫/૮/૧૮૭૨ના રોજ કલકત્તામાં આવેલ હુગલી જીલ્લાના કૌન્તવારમાં સવારે ૪.૩૦ કલાકે થયો હતો. પિતાનું નામ ડો.કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા હતું. તેમના પિતા એમ.ડી. થઇ સિવિલ સર્જન તરીકે સેવા આપતા હતા. પાંચ વર્ષની વયે શ્રી અરવિંદ દાર્જીલિંગની અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. સાત વર્ષની વયે પિતાએ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા.ત્યાં ૧૩ વર્ષ અભ્યાસ કરી ઈ.સ. ૧૮૯૦માં એ જમાનાની પ્રતિષ્ઠિત ગણાતી આઈ.સી.એસ.ની ઉચ્ચ પરીક્ષા પાસ કરી.જો કે તેમનો અંતરાત્મા ગુલામીના પ્રતિક્ સમી એ ડીગ્રી માટે ડંખતો રહ્યો. અને તેમણે એ ડીગ્રી ફગાવી દીધી. આમ તેમના જીવનના પાયામાં વિદેશી ભાષા અને રીતભાતનો પ્રચંડ પ્રભાવ રહ્યો હોવા છતાં શ્રી અરવિંદ સંપૂર્ણપણેભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા હતા.
વડોદરામાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના પ્રોફેસર તરીકે જોડાયા. ઈ.સ.૧૮૯૩ થી ૧૯૦૩ સુધીનો સમય વડોદરાના ગાયકવાડની સેવામાં ગાળ્યા હતા. ઈ.સ. ૧૯૧૦માં તેઓ ફ્રાન્સના તાબા હેઠળના પોંડિચેરીમાં ગયા. તેમણે ત્યાં જઈને રાજકારણ શાથેનો છેડો ફાડી નાખ્યો. ઈ.સ. ૧૯૧૪માં તેમણે ‘આર્ય’ નામનું માસિક શરૂ કર્યું. ઈ.સ. ૧૯૦૪માં કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ થયા. ઈ.સ. ૧૯૦૪માં યોગની સાધના શરૂ કરી. વિષ્ણુ ભાસ્કર લેલે નામના યોગી પાસેથી વિદ્યા શીખ્યા.ઈ.સ. ૧૯૦૬માં તે સમયના વાઈસરોય લોર્ડ કર્ઝન બંગાળના બે ભાગલા પાડ્યા.

સમગ્ર દેશમાં બંગભંગ સામે આંદોલન શરૂ કર્યું. તેમાં શ્રી અરવિંદ સક્રિય ભાગ લીધો.વડોદરાની નોકરી છોડી નેશનલ કોલેજ કલકત્તામાં આચાર્ય તરીકે જોડાયા. ‘ વંદે માતરમ’ નામના પેપરના તંત્રી તરીકે સેવા આપી હતી. અંગ્રેજી સરકાર સામે આગ ઝરતા લેખો લખ્યા. શ્રી અરવિંદ અંગ્રેજીમાં કર્મયોગી’ અને બંગાળીમાં ‘ ધર્મ’ એમ બે સાપ્તાહિકની શરૂઆત કરી. શ્રી અરવિંદ કહેતા હતા કે આધ્યાત્મિક વિકાસ માટેની ભૂમિ મન છે અને માનવીના મનની એક નિશ્ચિત મર્યાદા હોય છે.
ઈ.સ. ૧૯૦૩માં શ્રી અરવિંદ કાશ્મીરના શંકરાચાર્ય પર્વત ઉપર દર્શન કરવા ગયા ત્યારે તેમણે પોતે નિ:સીમ શૂન્યવિહાર કરતાં હોવાનો ભાવ અનુભવ્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તેઓ સંપૂર્ણપણે એકાંતમાં સાધનામાં લાગી ગયા. અંતરાત્માના અવાજથી પ્રેરાઈને ઈ.સ. ૧૯૧૦થી મહર્ષિ શ્રી અરવિંદ પોંડેચેરીમાં સ્થાયી થયા. આધુનિક ભારતના આ મહાયોગી અને પૂર્ણ યોગના પ્રણેતા શ્રી અરવિંદઘોષનું ૨ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ અવસાન થયું.
Comments
Post a Comment