દેશની આઝાદી માટે જાન કુરબાન કરનાર અમૃતસર કા શેર : મદનલાલ ધીંગરા
શહિદ વીર મદનલાલ ધીંગરા
સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની કાલે એક સવાર એવી થશે જયારે હિન્દુસ્તાની સત્તાનો પ્રારંભ થશે...! સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની હોલમાં શોરબકોર... ભાગદોઙ.ધાંધલ...ધમાલ...! ઉશ્કેરાટ મચી ગયો
ઇ.સ.૧૮૮૭માં ડો. દિત્તા જેવા અંગ્રેજભકત પિતાને ઘેર જન્મેલો આ પુત્ર ભારતને પોતાના પ્રાણથીયે અધિક ચાહશે એવી તો કલ્પના પણ કોણ કરી શકે ? પંજાબ યુનિ.ના ગ્રેજયુએટ પુવકને વધુ અભ્યાસ માટે ઇગ્લેન્ડ મોકલવામાં આવ્યો. આ યુવક સ્વભાવે મસ્ત, પ્રકૃતિપ્રિય અને કપડા લત્તાનો શોખીન તેને વિચાર વિનીમયમાં ઉંડો રસ હતો.
તે વખતે ભારત મુકિતની લહર ઇગ્લેન્ડમાં પણ પ્રસરી ચુકી હતી. સાવરકરજીના સંપર્કમાં આવ્યા બાદ આ યુવક મદનલાલ ધીંગરા પણ ઇન્ડીમયનહાઉસના સક્રિય સભ્ય બની ગયા.
તેના મનમાં એકજ ભાંવના પ્રબળ હતી હણતાને હણવામાં પાપ નથી જુલ્મીની ઇંટનો, જવાબ પથ્થરથી આપવામાં પાપ નથી અન્યાયના પ્રતિકાર માટે પ્રતિશોધ લેવામાં પાપ નથી.
ઇંગ્લેન્ડવાસી મદનલાલની આંખમાં ક્રોધની જવાળા પ્રગટાવતો હતો, ભારતીય પ્રજા પર વીંઝાતી દમનનો કોરડો ૧૯૦૮ માં અલીપુર ષડયંત્રનો મુકદમો ઉભો કરીને કનૈયાલાલ દત્ત, સત્યેન્દ્રનાથ બસુ, બારીન્દ્ર અને ઉલ્લાસ દત્તને ફટકારવામાં આવેલી ફાંસીની સજાના સમાચારથી મદનલાલ ધીંગરાનું હૈયુ વલોવાઇ ગયું તેના મનમાં ભારે ઝંઝાવાત સર્જાયો.
તેઓ સમજી ગયા હતા કે ભારતીય પ્રજાના ત્રાસના મુળમાં છે, ભારત મંત્રી મોર્લેના રાજનૈતિક અંગરક્ષક કર્ઝન પયલી ! તેમણે તેના વિષે સંપૂર્ણ જાણકારી મેળવી, તેમણે વાપલીની રાહબરી હેઠળ કામ કરતી અને ભારતીય વિદ્યાર્થીઓને પજવતી વિદ્યાર્થી સભામાં જવાનું શરૂ કર્યુ ઇન્ડીયા હાઉસના સભ્યો મદનલાલ પર ક્રોધે ભરાયા પરંતુ સાવરકજીએ ગેરેસમજ દુર કરી.
મદનલાલ હવે ભારત શત્રુ મિ.વાયલીને પર્દાથપાઠ શીખવવા અધિરા બની ગયા હતા અને એમને એ તક મળી ગઇ ૧ લી જુલાઇ ૧૯૦૯ના દિવસે !
લંડનની ઇમ્પીરીયલ ઇન્સ્ટીટયુટના જહાંગીર હોલમાં નેશનલ ઇન્ડીયન એશો.ના વાર્ષિક ઉત્સવ નિમિત્તે એક સભામાં કર્ઝન વાયલી હાજર રહેવાના હતા.
મદનલાલે મનોમન નકકી કર્યું 'ગમેજ' કંપનીમાં જઇ એક પિસ્તોલ ખરીદી મોલે નામના એક અંગ્રેજ પાસેથી પીસ્તોલ ચલાવતા શીખ્યા, નિર્ધારીત દિવસ આવ્યો., અંગ્રેજ ઢબના પોષાકમાં સુસજજ મદનલાલ કોટના ખીસ્સામાં રિવોલ્વોર તથા છરી સંતાડી જહાંગીર હોલ પહોંચી ગયા.
જલસો જામ્યો હતો, આનંદ સાગર હિલોળે ચડયો હતો, દસના ટકોરે કઝર્ન વાયલી સપરિવાર આવી પહોંચ્યા.
મદનલાલ ધીગંરાએ સ્મિત સાથે મિ. વાયલીને આવકાર્યા વાયલી ખુશખુશાલ હતા.
...ત્યાં તો..એકાએક..પિસ્તોલે ધડાકો કર્યો ...! સનનન કરતી ગોળી વાયલીની છાતી વીંધીને પસાર થઇ ગઇ...! પણ હજુ મદનલાલને ટાઢક નહોતી વળી એણે પિસ્તોલમાંથી બીજી બે ગોળી છોડી વાયલીને મોતનો મહેમાન બનાવી દીધો...!
જહાંગીર હોલમાં શોરબકોર..ભાગદોઙ...ધાંધલ ધમાલ...! અને ઉશ્કેરાટ મચી ગયો, મદનલાલ તો શાંતિચિંત્તે ઉભા હતા પોલીસે એમને ગીરફતાર કર્યા.
રાબેતા મુજબનું નાટક ભજવાયું ધીંગરા એના પરિણામથી માનસિક રીતે તૈયાર જ હતા કેસ ચાલ્યો મદનલાલે પોતાના બચાવમાં વકીલ રોકયો ન હતો જયુરીએ મદનલાલની વિરૂધ્ધમાં નિર્ણય આપ્યો ફાંસીની સજાનો ચુકાદો સંભળાવતા પહેલા ન્યાયાધીશે મદનલાલને સંક્ષીપ્ત નિવેદનની છુટ આપી તેણે કહ્યું આજે સત્તાની સમશેર તમારા હાથમાં છે...પણ કાલે એક સવાર એવી ઉગશે જયારે હિન્દુસ્તાની સત્તાનો પ્રારંભ થશે...! અને અંગ્રેજોનો સુર્યાસ્ત...!
તા.૧૭ મી ઓગષ્ટ ૧૯૦૯નો ગોઝારો દિવસ મદનલાલને ફાંસી થઇ ત્યારે છેલ્લે કહ્યું કે પરમેશ્વર મારા દેશનો નાગરીક આત્બલિદાનને પાઠ શીખે અને આઝાદીની ઉષાનું દર્શન કરે એટલી મારી અંતિમ ઇચ્છા પરિપુર્ણ કરજે શહિદ મદનલાલનું નામ સ્વતંત્ર સંગ્રામમાં અમર બની ગયું.
Comments
Post a Comment