મેડમ કામા

મેડમ ભિખાઈજી  કામાનો જન્મ ઈ.સ. ૧૮૬૧માં થયો હતો. આઝાદીનાં જંગમાં તેમણે અનોખી વીરતા દાખવી હતી. ઈ.સ. ૧૯૦૨માં પોતાની ખરાબ તબિયતની સારવાર માટે લંડન ગયા હતા જ્યાં તેમની મુલાકાત દાદાભાઈ નવરોજી સાથે થઈ હતી. ત્યારબાદ એમની આઝાદી જંગમાં સક્રિયતા વધી હતી. તેઓ આઈરીશ અને રશિયન ક્રાંતિકારીઓને ક્રિસમસની ભેટ તરીકે છૂપી રીતે પિસ્તોલ મોકલીને પોતાના મિત્રોને વધારતા હતા. તેમણે ભારતની બહાર રહીને આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ હતું. વિદેશની ધરતી પર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું બહુમાન મેડમ ભિખાઈજી કામાને મળ્યું હતું.
ભિખાઈજી રુસ્તમ કામા

મેડમ ભિખાઈજી કામા
જન્મ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧
મુંબઈભારત
મૃત્યુ૧૩ ઓગસ્ટ ૧૯૩૬ (૭૪ વર્ષ)
મુંબઈ, ભારત
રાજનૈતિક ચળવળભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ
વિદેશમાં તેમના વધતા જતા પ્રભાવથી ભયભીત થઈને બ્રિટિશરોએ તેમને ફ્રાંસમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી. પરંતુ ફ્રેંચ સરકારે તેમને પોતાની માતૃભૂમિમાં પાછા મોકલવાની અને તેમની સંપત્તિને જપ્ત કરવાની બ્રિટિશરોની માંગણીને નકારી કાઢી હતી. મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાક પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટે તેમની લડત ચાલુ રાખી હતી.

ઈ.સ. ૧૯૦૭માં વિદેશ ભૂમિ (જર્મની) ઉપર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો. તેની સાથે આ બાનુએ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખ્યું હતું.
મેડમ કામાએ લહેરાવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ
તેમણે વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવતા નિડરતાથી ઘોષણા કરતા કહ્યું હતુ કે, 'આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહવાહન કરૂ છું કે ઉઠો... હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપિલ કરૂ છું. વંદે માતરમ્....વંદે માતરમ્...'
મેડમ ભિખાજીમાં દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવાયો હતો. ઈ.સ. ૧૯૩૫માં ૭૪ વર્ષે તેઓ ભારત પાછા ફર્યા. ઈ.સ. ૧૯૩૬માં ૧૩મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયુ હતું.

Comments