રમેશ મહેતા | ગુજરાતુંનું એક અણમોલ રતન
રમેશ મહેતા ગુજરાતી ચલચિત્ર જગતના એક જાણીતા હાસ્ય કલાકાર હતા.
જીવન
તેમનો જન્મ ૨૩ જૂન, ૧૯૩૪નાં નવાગામ ખાતે થયેલો. તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો.
અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી. ૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કર્યા અને રમેશભાઈ બે દીકરા અને બે દીકરીના પિતા બન્યા. ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું બાકાયદા જ્ઞાન મેળવ્યું. અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા. નાટકોનાં લેખન, મંચન દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાનાં સંપર્કમાં આવ્યા અને યોગાનૂયોગે તેમનાં દ્વારા ગુજરાતી ચલચિત્ર "હસ્ત મેળાપ"ની કથા લખવાનું બન્યું. તેમનાં દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું. મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા. તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા. તેમણે 'ગાજરની પિપૂડી' નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી.
કેટલાક સફળ ચલચિત્રોની યાદી
- જેસલ તોરલ (૧૯૭૧)
- હોથલ પદમણી (૧૯૭૪)
- મેના ગુર્જરી (૧૯૭૫)
- સંતુ રંગીલી (૧૯૭૬)
- સોન કંસારી (૧૯૭૭)
- ગંગા સતી (૧૯૭૯)
- મણિયારો (૧૯૮૦)
- જાગ્યા ત્યારથી સવાર (૧૯૮૧)
- ઢોલી (૧૯૮૨)
- મરદનો માંડવો (૧૯૮૩)
- ઢોલામારૂ (૧૯૮૩)
- હિરણને કાંઠે (૧૯૮૪)
ગુજરાતી ફિલ્મોના જોની વોકર ગણાતા રમેશ મહેતાના 'ઓ હો હો હો' થી શરૂ થતા સંવાદો ટ્રેડમાર્ક સમાન બની ગયા હતાં. એક સમયે તેમની હાજરી વગર ગુજરાતી ફિલ્મો નિરસ લાગતી હતી.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 75 વર્ષ પૂરા થયા તે સમયે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે ગુજરાતી ફિલ્મ જગતને 75 વર્ષ પૂરા થઈ ગયા છતાં બીજો રમેશ મહેતા હજી સુધી કેમ નથી મળ્યો, ત્યારે તેમણે પોતાના ખાસ અંદાજમાં કહ્યુ હતું કે, "અમુક માણસો ભગવાનની ફેક્ટરીમાંથી ડાયરેક્ટ નીચે આવતા હોય છે...હું એવો જ માણસ છું.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 75 વર્ષ પૂરા થયા તે સમયે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે ગુજરાતી ફિલ્મ જગતને 75 વર્ષ પૂરા થઈ ગયા છતાં બીજો રમેશ મહેતા હજી સુધી કેમ નથી મળ્યો, ત્યારે તેમણે પોતાના ખાસ અંદાજમાં કહ્યુ હતું કે, "અમુક માણસો ભગવાનની ફેક્ટરીમાંથી ડાયરેક્ટ નીચે આવતા હોય છે...હું એવો જ માણસ છું.
Comments
Post a Comment