પેશ્વા બાજીરાવ
પેશ્વા બાજીરાવ
મરાઠા સામ્રાજ્યના પ્રધાનમંત્રીઓને પેશવા (મરાઠી: पेशवे ) કહેવામાં આવતા હતા. પેશવા રાજાના સલાહકાર પરિષદ અષ્ટપ્રધાન પૈકી પ્રમુખ (મુખ્ય) ગણાતા હતા. રાજા પછીનું પેશવાનું સ્થાન રહેતું. શિવાજીના અષ્ટપ્રધાન મંત્રીમંડળના વડાપ્રધાન અથવા વજીર સમાન હોદ્દો (પદ) ગણવામાં આવતો હતો. 'પેશવા' ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે 'અગ્રણી'.

બાલાજી વિશ્વનાથ પેશવા (૧૭૧૪-૧૭૨૦)
પ્રથમ બાજીરાવ પેશવા (૧૭૨૦-૧૭૪૦)
બાલાજી બાજીરાવ પેશવા, ઉપનામ નાનાસાહેબ પેશવા (૧૭૪૦-૧૭૬૧)
માધવરાવ બલ્લાલ પેશવા, ઉપનામ થોરલે માધવરાવ પેશવા (૧૭૬૧-૧૭૭૨)
નારાયણરાવ પેશવા (૧૭૭૨-૧૭૭૪)
રઘુનાથરાવ પેશવા (અલ્પકાળ)
સવાઈ માધવરાવ પેશવા (૧૭૭૪-૧૭૯૫)
દ્વિતિય બાજીરાવ પેશવા (૧૭૯૬-૧૮૧૮)
દ્વિતિય નાનાસાહેબ પેશવા (હોદ્દા પર બેસી ન શક્યા)

- પેશવા બાજીરાવ
છત્રપતિ શિવાજી મહારાજે પોતાની શક્તિ અને સૂઝબૂઝ ભરી યુદ્ધનીતિથી એક મોટા ભૂભાગને મુગલોથી મુક્ત કરાવી દીધો હતો. ત્યારબાદ શિવાજીના આ સ્વરાજ્યને ટકાવી રાખવામાં સૌથી વધુ યોગદાન રહ્યું હોય તો તે છે બાજીરાવ પેશ્ર્વાનું.
બાજીરાવનો જન્મ ૧૮ ઑગસ્ટ ૧૭૦૦માં હુબેર ગામે થયો હતો. તેમના દાદા વિશ્ર્વનાથ ભટ્ટે શિવાજી મહારાજ સાથે યુદ્ધમાં ભાગ લીધો હતો. બાજીરાવના પિતા બાલાજી વિશ્ર્વનાથ પણ છત્રપતિ શાહુજી મહારાજના પેશ્ર્વા હતા. તેમની વીરતા અને પરાક્રમોનાં બળથી જ શાહુજીએ મુગલો અને અન્ય વિરોધીઓને માત આપી સ્વરાજ્યનો વિસ્તાર કર્યો હતો.
બાજીરાવનો જન્મ ૧૮ ઑગસ્ટ ૧૭૦૦માં હુબેર ગામે થયો હતો. તેમના દાદા વિશ્ર્વનાથ ભટ્ટે શિવાજી મહારાજ સાથે યુદ્ધમાં ભાગ લીધો હતો. બાજીરાવના પિતા બાલાજી વિશ્ર્વનાથ પણ છત્રપતિ શાહુજી મહારાજના પેશ્ર્વા હતા. તેમની વીરતા અને પરાક્રમોનાં બળથી જ શાહુજીએ મુગલો અને અન્ય વિરોધીઓને માત આપી સ્વરાજ્યનો વિસ્તાર કર્યો હતો.
નાનો બાજીરાવ પણ દાદા અને પિતાને પગલે રાજનીતિમાં કુશળ બનવા લાગ્યો. જ્યારે છ વર્ષની ઉંમરે તેના ઉપનયન સંસ્કારની વેળાએ તેને મનગમતી ભેટ પસંદ કરવાનું તેમને કહેવામાં આવ્યું તો નાના બાજીરાવે તલવાર પસંદ કરી. છત્રપતિ શાહુજીએ એક વખત ખુશ થઈ મોતીઓનો હાર આપ્યો, તો તેના બદલામાં બાજીરાવે સારા ઘોડાની માંગણી કરી અને અશ્ર્વશાળામાંના સૌથી તોફાની અને અવ્વલ ભાગતા ઘોડાને પસંદ કર્યો.
માત્ર ૧૪ વર્ષની કિશોર વયે તો બાજીરાવ યુદ્ધોમાં પ્રત્યક્ષ ભાગ લેવા લાગ્યા હતા. એક વખત તો ૫૦૦૦ ફૂટની ખતરનાક ઉંચાઈ પર આવેલા પાડવગઢ કિલ્લા પાછળથી ચડીને તેના પર કબજો કરી લીધો હતો. ત્યાર બાદ તરત જ તેમણે એક નૌસૈનિક અભિયાનમાં પોર્ટુગિઝોને પણ પાણી પીવડાવી દીધું. તેથી ખુશ થઈ શાહુજીએ બાજીરાવને ‘સરદાર’ની ઉપાધી આપી. ૨ એપ્રિલ, ૧૭૨૦માં બાજીરાવના પિતા વિશ્ર્વનાથના નિધન બાદ ૧૭ એપ્રિલ, ૧૭૨૦માં માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં જ તેઓને પેશ્ર્વા બનાવી દેવામાં આવ્યા. પેશવા બન્યા કે તરત જ તેઓએ હૈદરાબાદના નિઝામને ધૂળ ચટાવી ત્યારબાદ માળવાના દાઉદખાન, ઉજ્જૈનના મુગલ સરદાર દયાબહાદુર, ગુજરાતના મુસ્તાકઅલી, ચિત્રદુર્ગના મુસ્લિમ અધિપતિ અને શ્રીરંગપટ્ટનમનાં સાહુલ્લા ખાનને યુદ્ધમાં હરાવી ચારેય તરફ ભગવો ધ્વજ લહેરાવી દીધો.
બીજી વિશ્ર્વયુદ્ધના પ્રસિદ્ધ જર્મન સેનાપતિ રોમેલને પરાજિત કરનાર અંગ્રેજ જનરલ માઉટગેરી એ જે યુદ્ધને વિશ્ર્વના સાત શ્રેષ્ઠ યુદ્ધોમાં ગણાવ્યું છે, તે પાલખિંડના ભીષણ યુદ્ધમાં દિલ્હીના બાદશાહના વઝીર નિઝામુલ્કને બાજીરાવે ધૂળ ચાટતો કરી દીધો હતો. આ યુદ્ધ બાદ બાજીરાવની ધાક સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ. તેઓએ વયોવૃદ્ધ છત્રસાલની મોહમ્મદખાં બંગસ સામેના યુદ્ધમાં મદદ કરી બંગસખાંનાં અત્યાચારથી તેને બચાવ્યો હતો.
હમેશા અજેય રહેલ બાજીરાવ પોતાના પારિવારિક કલેશ અને આંતરિક રાજનીતિથી હંમેશા પરેશાન રહ્યા. જ્યારે નાદિરશાહ સામે યુદ્ધ કરવા તે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં નર્મદાને કિનારે રાવેરખેડી નામના સ્થળે ગરમી અને લૂ ને કારણે તેઓનું નિધન થયું. તે વખતે આ બહાદુર યોદ્ધાની ઉંમર હતી માત્ર ૪૦ વર્ષ અને તારીખ હતી ૨૮ એપ્રિલ, ૧૭૪૦ પૂના સ્થિત શનિવારવાડા સ્થિત વિશાળ રાજ મહેલ આજે પણ બાજીરાવની શૌર્ય ગાથાઓ વર્ણવતો અડીખમ ઉભો છે.
હમેશા અજેય રહેલ બાજીરાવ પોતાના પારિવારિક કલેશ અને આંતરિક રાજનીતિથી હંમેશા પરેશાન રહ્યા. જ્યારે નાદિરશાહ સામે યુદ્ધ કરવા તે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં નર્મદાને કિનારે રાવેરખેડી નામના સ્થળે ગરમી અને લૂ ને કારણે તેઓનું નિધન થયું. તે વખતે આ બહાદુર યોદ્ધાની ઉંમર હતી માત્ર ૪૦ વર્ષ અને તારીખ હતી ૨૮ એપ્રિલ, ૧૭૪૦ પૂના સ્થિત શનિવારવાડા સ્થિત વિશાળ રાજ મહેલ આજે પણ બાજીરાવની શૌર્ય ગાથાઓ વર્ણવતો અડીખમ ઉભો છે.

બાજીરાવ પેશ્વા મરાઠા સૈન્યના એક બાહોશ અને મહાન સેનાપતિ હતા. એક વાર તેઓ અનેક યુદ્ધોમાં ઝળહળતી જીત મેળવી પોતાની રાજધાનીમાં પાછા ફરી હતા. સતત કૂચને કારણે સૈન્ય થાકી ગયું હતું. રસ્તામાં તેઓ સૈન્ય સાથે માળવામાં વિશ્રામ કરવા રોકાયા. સૈનિકો થાક્યા હતા અને ભૂખના કારણે વ્યાકુળ હતા. વળી, તેઓની પાસે ખાવા માટે પૂરતી સામગ્રી પણ નહોતી.
બાજીરાવને આ પરિસ્થિતિની જાણ થતાં તેમણે સૈન્યના એક અમલદારને બોલાવ્યો. તેને હુકમ આપતાં કહ્યું , ‘‘સો સૈનિકોને લઈ હમણાં ને હમણાં ગામ તરફ જાઓ અને જે ખેતરમાં અનાજ પાક્યું હોય તે કાપીને છાવણીમાં લઈ આવો. આપણા સૈનિકો ભૂખ્યા છે.’’ સો સૈનિકોને લઈ અમલદાર ગામ તરફ ઊપડ્યો. રસ્તામાં તેમને એક ખેડૂત મળી ગયો. અમલદારે ખેડૂતને પૂછ્યું, ‘‘તું અહીંનો રહેવાસી છે ?’’ ‘‘હા.’’ ખેડૂતે જણાવ્યું. અમલદારે કહ્યું, ‘‘તો પછી આ વિસ્તારનું સૌથી મોટું ખેતર જ્યાં હોય ત્યાં તું અમને લઈ જા.’’ ખેડૂત તેમને એક મોટા ખેતરમાં લઈ ગયો. પાકથી લહેરાતું ખેતર જોઈ અમલદારે સૈનિકોને હુકમ કર્યો, ‘‘જાઓ, અનાજ લણી લઈ પોતપોતાના કોથળામાં અનાજ ભરી લો.’’ અમલદારનો આવો હુકમ સાંભળી પેલા ખેડૂતે અમલદારને વીનવતાં કહ્યું, ‘‘મહારાજ, આ ખેતરમાં ઊભા મોલને લણશો નહિ. ચાલો, હું તમને બીજા એક ખેતરમાં લઈ જાઉં, જ્યાં લણવા માટે પાક એકદમ તૈયાર છે.’’ તેથી અમલદાર અને સૈનિકો તે ખેડૂત સાથે એક બીજા ખેતરમાં ગયા. એ ખેતર થોડું વધારે દૂર હતું.
એ અગાઉના ખેતર કરતાં નાનું પણ હતું. ખેડૂતે અમલદારને કહ્યું, ‘‘મહારાજ, આ ખેતરમાંથી તમારે જોઈએ તેટલું અનાજ લણી લો.’’ ખેતર જોતાં જ અમલદાર ગર્જ્યો, ‘‘અલ્યા, તેં અમને આટલે દૂર સુધી દોડાવ્યા તે આ નાનકડા ખેતરને લણવા? આ તો પેલા ખેતર કરતાં ઘણું નાનું છે !’’ ખેડૂતે નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો, ‘‘મહારાજ, એ ખેતર મારું નહોતું, બીજાનું હતું. આ ખેતર મારું છે. તેથી હું તમને અહીં લઈ આવ્યો છું.’’ ખેડૂતનો ખુલાસો સાંભળી અમલદારનો ગુસ્સો ઠંડો પડ્યો. તે ખેતરને લણ્યા વગર મારતે ઘોડે પેશ્વા પાસે પહોંચ્યો અને તેમને બધી વાત કહી. બાજીરાવ પેશ્વાને પણ પોતાની ભૂલ સમજાઈ.
પેશ્વા ખેડૂતના ખેતરમાં જાતે આવ્યા. તેમણે ખેડૂતને અનાજના મૂલ જેટલી સોનામહોરો આપી અને તેના ખેતરમાંથી પાક લણાવી છાવણીમાં લઈ આવ્યા.
Comments
Post a Comment