દિકરીતો વ્હાલનો દરિયો
દિકરીતો વ્હાલનો દરિયો.
નીચેની તસવીર આ પંક્તિ ને સાર્થક કરેછે. આ તસવીર ગોંડલમાં આવેલ જૂની રાજાશાહીના જમાનાની પોસ્ટઓફિસની છે. વિશ્વવિખ્યાત વાર્તાકાર અને ગોંડલના પનોતા પુત્ર એવાં ગૌવરીશંકર જોષી ધુમકેતુ (જન્મ સ્થળ વીરપુર ધુમકેતુ ગોંડલ સંગ્રામશિંહજી હાઇસ્કુલ મા શિક્ષક હતા અને એ ભગવતપરા-9 મા દાળેષ્વર પ્રસાદ નામ ના મકાન મા રહેતા) એ લખેલ ટૂંકીવાર્તા "પોસ્ટઓફિસ" કે જેને વિશ્વમાં ટુંકીવાર્તાનું first price મળેલ હતું.
દુનિયાની નજરે આ વાર્તા હતી પરંતુ આ એક અલી ડોસો અને તેની સાસરે વાળાવેલ દીકરી મરિયમ વચ્ચેના સંવેદનાના સબંધ ની સાચી ઘટનાં હતી. ગોંડલ રાજમાં કોચ તરીકે નોકરી કરતો અલી શીકારી પણ હતો તેતર ના બચ્ચા ને મારી તેતર તડફડે એ જોઇ આંનદ લેતો દીકરી ના વીયોગ બાદ અલીડોસા એ શીકાર છોડી દિધેલ અલીડોસો તેની દીકરીને સાસરે વાળાવ્યા પછી કોઈ વાવડ ન હોવાથી ગુદાળા દરવાજા થી આ જુની પોસ્ટ ઓફિસે દરરોજ તે દીકરીની ચિઠ્ઠી આવી કે નહીં તે પૂછવા આવતો (જમાઇ લશ્કર મા પંજાબ બાજુ નોકરી હતી) પોસ્ટમાસ્તર ના પાડે એટલે નિરાશ વદને પાછો ફરતો. આવી રીતે લાંબો સમય પૂછવા આવ્યા બાદ તે આવતો બંધ થયો હકીકતે તે મૃત્યુ પામ્યો હતો..... થોડાં સમય બાદ તેની દીકરી મરિયમ ની ચિઠ્ઠી આવેછે. પોસ્ટમાસ્તર તેને રૂબરૂ આપવા જાયછે ત્યારે તેને ખબર પડેછે કે અલીડોસો મૃત્યુ પામ્યો છે. ઉપરોક્ત સાચી ઘટનાની સાક્ષી એવી નીચેની તસવીર છે.આજે પણ રાત્રિની નીરવ શાંતિમાં પોસ્ટઓફિસની આજુબાજુના કચરામાં અલીડોસો તેની દીકરીની ચિઠ્ઠી ગોતતો હોઈ તેવો ભાસ થાય છે...નીચેની તસવીર જૂની જર્જરીત થઈ ગયેલ પોસ્ટઓફિસે બિલ્ડીંગ ની છે...

નીચેની તસવીર આ પંક્તિ ને સાર્થક કરેછે. આ તસવીર ગોંડલમાં આવેલ જૂની રાજાશાહીના જમાનાની પોસ્ટઓફિસની છે. વિશ્વવિખ્યાત વાર્તાકાર અને ગોંડલના પનોતા પુત્ર એવાં ગૌવરીશંકર જોષી ધુમકેતુ (જન્મ સ્થળ વીરપુર ધુમકેતુ ગોંડલ સંગ્રામશિંહજી હાઇસ્કુલ મા શિક્ષક હતા અને એ ભગવતપરા-9 મા દાળેષ્વર પ્રસાદ નામ ના મકાન મા રહેતા) એ લખેલ ટૂંકીવાર્તા "પોસ્ટઓફિસ" કે જેને વિશ્વમાં ટુંકીવાર્તાનું first price મળેલ હતું.

Comments
Post a Comment