રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી તો શરીર માટે વરદાન સ્વરૂપ છે
રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી તો શરીર માટે વરદાન સ્વરૂપ છે અને તેમાં પણ તમે લીંબુ અને મધ નાંખીને પીશો તો ચોક્કસ જોરદાર ફાયદા શરીરને થાય છે. શરીર સ્વસ્થ હોય તો આપણું મગજ અને મનને પણ સ્વસ્થ રહેવાનો આધાર મળી જાય છે. તો આજે આપણે જોઈએ કે સવારની શરૂઆત જો ગરમ પાણી,લીંબુ અને મધથી કરીએ તો કેવા કેવા જાદૂઈ ફાયદા થાય છે

1.પાચનક્રિયા સતેજ કરે છે.
પાચન સમસ્યાથી પરેશાન રહેતા હોવ તો રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ ને મધ મેળવીને પીવો. તેને પીવાથી પેટ સાફ રહે છે. તેનાથી ભોજનનું પાચન સરળતાથી થઈ જાય છે. મધમાં રહેલા ગુણથી પેટમાં થતા કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી મુક્તિ મળે છે.

2.ઝેરીલા તત્વોને બહાર ફેંકે
મધ અને લીંબુને ગરમ પાણીમાં મેળવીને પીવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નિકળી જાય છે. આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે ભોજન ન પચવાથી પેટમાં મૃત બેક્ટેરિયા એકત્રિત થઈ જાય છે. લીંબુ પાણીનું સેવન કરવાથી તે બહાર નિકળી જાય છે. કોલોનને પણ ઉત્તેજિત કરી તેની સફાઈ કરે છે. આપણા શરીરમાં કોલોનની સફાઈ વધુ સારી રીતે થતી હોય તો વધુ સારું કામ આપે છે અને પોષક તત્વોને ગ્રહણ કરી તેનો ઉપયોગ કરે છે.

3.કબજીયાત દૂર કરે
લીંબુ અને મધનું મિશ્રણ કબજીયાતને ખતમ કરવામાં સૌથી શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર છે. પેટમાં જઇને આ મિશ્રણ ઘણી બીમારીઓને ખતમ કરીને પાણીની માત્રાની પૂર્તિ કરે છે, કબજીયાતનું મુખ્ય કારણ આપણા શરીરમાં પાણીની ઉણપ થવાથી થાય છે. માટે જો લીંબુનું પાણી અને મધના મિશ્રણને નિયમિતપણે લેવામાં આવે તો તેનાથી કબજીયાત દૂર થઇ જાય છે.

4.શક્તિ આપે
સવારના સમયે ગરમ પાણીમાં મધ અને લીંબુનું સેવન દિવસભર તમને તાજા રાખવામાં મદદરૂપ થાય છે. તે મેટાબોલિઝમ યોગ્ય રાખે છે, જેનીથી થાક ઝડપથી દૂર થાય છે અને તમે દિવસભર ઊર્જાવાન રહી શકો છે. આ એક ડાયયૂરેટીક પણ છે એટલા માટે યુરેનરી સિસ્મટમની સફાઈ કરી તંદુરસ્ત રાખે છે. આ મિશ્રણનું સેવન કરવાથી તમે આખો દિવસ ફ્રેશ અને તરોતાજા રહી શકો છો.

5. મુખમાં આવતી દુર્ગંધ માટે
લીંબુમાં એસીડિક તત્વ હોવાને કારણે તે આપણા મોમાં આવતી દુર્ગંધને અટકાવે છે. આ ઉપરાંત દાંતમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. રોજ જમ્યા પછી જો તમારા મુખમાંથી વાસ આવતી હોય તો તમારે જમીને તરત જ એક લીંબુ ચુસી લેવું જોઇએ. આવું કરવાથી તમારા મુખમાથી આવતી વાસ દૂર થઇ જશે.

6.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
મધ અને લીંબુનું નિયમિત સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મધ અને લીંબુમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ અને અનેક પોષક તત્વો શરીરને ઋતુ બદલાવાથી થતા સંક્રમણોથી બચાવે છે.

7.સ્વસ્થ ત્વચા
મધ અને લીંબુ નવશેકા પાણીની સાથે પીવાથી શરીરના ટોક્સિન દૂર થઈ જાય છે. તે ત્વચા માટે નેચરલ બ્લીચનું કામ કરે છે. તે સિવાય તે બ્લડને પ્યોરીફાઈ કરે છે. મધમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. એટલા માટે તેના નિયમિત સેવનથી ત્વચા ઉપર ખીલ અને દાગ-ધબ્બા નથી થતા અને ત્વચા ઉપર નેચરલ ગ્લો બની રહે છે. સાથે જ, લીંબુના સેવનથી લોહી સાફ થાય છે, જેની અસર આપણી ત્વચા પર સાફ દેખાય આવે છે. એવું કહેવામાં આવે છે કે જેટલું લોહી સાફ હશે તેટલો જ તમારો ચહેરો વધારે નિખરશે. માટે ત્વચાને નિખારવા માટે રોજ મધ અને લીંબુ નાખીને નવશેકા પાણીનું સેવન કરવું જોઈએ.

8.બ્લડ સરક્યુલેશન પણ તેજ
મધ અને લીંબુને ગરમ પાણીમાં મેળવીને પીવાથી બ્લડ સરક્યુલેશન પણ તેજ રહે છે. વાસ્તવમાં ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે. જેથી પરસેવા દ્વારા શરીરના ઝેરીલા તત્વો બહાર નિકળી જાય છે અને શરીર નિરોગી રહે છે.

Comments
Post a Comment