ઋષિ પંચમી.....

દત્તાત્રેય ભગવાને જન્મ લીધ તે અત્રિઋષિ, શકુંતલાને ઉછેરનાર કણ્વ, ગોત્રથી પ્રસિદ્ધ કશ્યપ, ભારદ્વાજ, પાંડવોના આચાર્ય કૃપાચાર્ય- આ બધા ભારતીય સંસ્કૃતિના ''માઈલસ્ટોન'' છે.


Image result for rishi panchami

રામાયણ શબ્દ કાને પડતાંની સાથે જ મહર્ષિ વાલ્મિકી યાદ આવે અને મહાભારત યાદ આવતાં જ મહર્ષિ વેદવ્યાસ સ્મૃતિપટે તાજા થાય. કૃષિ અને ઋષિ એ તો ભારતભૂમિની ધરોહર છે. વિશ્વનું સર્વપ્રથમ મહાકાવ્ય રામાયણ છે. આજે ઋષિઓને યાદ કરવાનો ઉપક્રમ છે જે સૌને ગમશે.

''ઋષિ''- એટલે મંત્રદૃષ્ટા, નવું દર્શન આપનાર, સાધુ પુરુષ, ઉચ્ચ કોટિના સંત, શ્રેષ્ઠ તપસ્વી- જેવા ઘણા સાત્વિક અર્થો થાય છે. સમગ્ર જગતમાં જો કોઈ સાહિત્યની શરૃઆત થઈ હોય તો તે વેદ છે અને વેદોનું સાંગોપાંગ સર્જન કરનારા આપણા આ મહાન ઋષિઓ છે એ ઋષિઓને વંદન કરી આગળ વધીએ.
Image result for rishi panchami
''ઋષિ''- ઓના પણ તેમના કર્મો અનુસાર અલગ અલગ પ્રકારો છે. રાજ્યાશ્રય મેળવી રાજાનું અને રાજ્યનું માર્ગદર્શન કરે એને રાજર્ષિ કહે છે, દા.ત. અયોધ્યામાં દશરથ રાજાના ઋષિ વશિષ્ઠ. જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ખાસ મહારથ હાંસલ કરેલ હોય તેમને મહર્ષિ કહે છે. દા.ત. મહાભારત મહાકાવ્યના રચયિતા મહર્ષિ વેદવ્યાસ. વેદોનો વિસ્તાર કર્યો તે વેદવ્યાસ. દેવોના જે ઋષિ હોય તેને દેવર્ષિ કહેવાય છે દા.ત. નારદ. બ્રાહ્મણકુળના ઋષિને બ્રહ્મર્ષિ કહે છે દા.ત. ઉદાલક. પુલહ, પુલત્સ્ય, ક્રતુ, મરીચિ, અત્રિ, વશિષ્ઠ, અંગિરા- ને સપ્તર્ષિ કહે છે, જે સામાન્ય ફરજો અદા કરી તપ કરી તેમના જ્ઞાાનનો લાભ સર્વને પ્રદાન કરે તે ઋષિ કહેવાય, જેમકે માતંગ અને સાંદિપની. ઋષિઓએ જ્યારે કોઈપણ ઇલેકટ્રોનિક સાધનો ઉપલબ્ધ ન હતાં અને યાતાયાતનાં મર્યાદિત સાધનો વચ્ચે પણ જે શોધો કરી જે સર્જનો કર્યાં તે આજે પણ વિશ્વનું માર્ગદર્શન કરે છે જેનાં ઉદાહરણ મોજૂદ છે જેનું સમગ્ર વિશ્વ ઋણી છે જેમ કે : પતંજલિ ઋષિએ યોગશાસ્ત્રની રચના કરી જે આજે પણ એટલાં જ પ્રસ્તુત છે, સમગ્ર વિશ્વ યોગદિવસ મનાવે છે વાત્સાયન ઋષિએ કામસૂત્ર આપ્યું જે દાંપત્યજીવન માટે આજે પણ સૌનું માર્ગદર્શન કરે છે. ચ્યવનઋષિએ ચ્યવનપ્રાશની જે ભેટ આપી તે આજે સૌ શિયાળામાં આરોગી તંદુરસ્તીને બરકરાર રાખે છે. હિંદુ ધર્મનાં છ દર્શનશાસ્ત્રો જેમાં કપિલમુનિએ સાંખ્યશાસ્ત્ર, પતંજલિએ યોગશાસ્ત્ર, ગોકર્ણે ન્યાયશાસ્ત્ર, કણાદમુનિએ વૈશેષિકશાસ્ત્ર, જૈમિનીએ પૂર્વમીમાંસા અને વેદવ્યાસે ઉત્તરમીમાંસા (વેદાંત) આપ્યાં જેનો દુનિયામાં આજે પણ જોટો મળવો મુશ્કેલ છે !
Image result for rishi panchami
માણસ માત્રના ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પરિપૂર્ણ, ચરિતાર્થ કરતાં આવાં અનેક શાસ્ત્રો અનેક મુનિઓએ આપણને ભેટ આપ્યાં છે જેમાં મુખ્યત્વે ચારવેદ, ચાર ઉપવેદ, એકસોને આઠ ઉપનિષદો, અઢાર પુરાણો, યોગવશિષ્ઠ રામાયણ, વિદુરનીતિ, શ્રીમદ્ ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવત, ચરકસંહિતા, ભૃગું સંહિતા વગેરેનો સમાવેશ થાય છે. જેને હજારો વર્ષ થયાં છતાં પણ આજે સૌ આ બધાં હોંશે હોંશે વાંચે છે. આનંદ પામે છે.

વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્ર આપ્યું. અર્થવન ઋષિએ અગ્નિમાં આહુતિ આપી સૌ પ્રથમ યજ્ઞાની શરૃઆત કરી. બંદૂકમાં વપરાતા પદાર્થની શોધ ઔર્વ ઋષિએ કરી. પરમાણુ સ્પંદન કરે છે એની શોધ સૌ પ્રથમ કણાદ મુનિએ કરી. શ્રાદ્ધવિધિનું સંપૂર્ણ જ્ઞાાન દુનિયાને ગોભિલઋષિએ આપ્યું. એક પતિવ્રતની શરૃઆત દીર્ધતમા ઋષિ દ્વારા થઈ. અસ્ત્રશાસ્ત્ર વિશેનું સંપૂર્ણ વિવેચન અગ્નિવેશ ઋષિએ કરી બતાવ્યું.
Image result for rishi panchami
કણ્વ ઋષિએ ઋગ્વેદના નવમા મંડળની રચના કરી.ગર્ગ- એ ગર્ગસંહિતા આપી. પોતાના તપોબળથી સનક, સનાતન, સનંદન ઋષિઓ સદા પાંચ વર્ષની ઉંમરના બટુક જ લાગતા. શુકદેવજીએ સૌ પ્રથમ ભાગવત સપ્તાહની શરૃઆત કરી. ખેતરમાં પડેલાં દાણા વીણીને જ ગુજરાન કરી મુદગલ ઋષિ અમર થઈ ગયા. માંડૂક્ય ઉપનિષદે 'સત્યમેવ જ્યતે'- જેવું રાષ્ટ્રીય મુદ્રાલેખ જેવું સુંદર સૂત્ર આપ્યું.

કેટલાક ઋષિ પોતાના સ્વભાવ અને કર્મથી આજે ય પ્રસિદ્ધ છે. દુર્વાસા ક્રોધ અને શાપ માટે જાણીતા છે. એકવીસ વાર પૃથ્વી નક્ષત્રિય કરનાર પરશુરામને કોણ નથી ઓળખતું ? અગત્સ્ય મુનિ જન્મ્યા ઘડામાંથી પણ સમુદ્ર પી ગયેલા. દેવોના વિજ્ય માટે દધીચિ ઋષિએ પોતાનાં હાડકાંનું દાન કરી દીધેલું. સાંદીપનિને ત્યાં ખુદ શ્રીકૃષ્ણ વિદ્યાભ્યાસ કરવા ગયેલા. દત્તાત્રેય ભગવાને જન્મ લીધ તે અત્રિઋષિ, શકુંતલાને ઉછેરનાર કણ્વ, ગોત્રથી પ્રસિદ્ધ કશ્યપ, ભારદ્વાજ, પાંડવોના આચાર્ય કૃપાચાર્ય- આ બધા ભારતીય સંસ્કૃતિના ''માઈલસ્ટોન'' છે.
Image result for rishi panchami
ઋષિપત્ની ઋષિકાઓ પણ તેઓની વિદ્વતા- સાહસ- સંસ્કાર માટે આજે પણ પૂજનીય છે. જેમાં સતી અનસૂયા, ગાર્ગી, અહલ્યા, સતી વૃંદા, દીતિ, અદિતિ, અંજની, ઇલા, કાત્યાયની, દેવયાની, દેવહુતિ, લોપામુદ્રા અને શતરૃપા મુખ્ય મુખ્ય છે. જ્યોતિષ, આરોગ્ય, સ્થાપત્ય, મંત્ર, યોગ, વિજ્ઞાન, ભૂગોળ, સાહિત્ય અને અધ્યાત્મ ક્ષેત્રે આ સર્વ ઋષિ- ઋષિપત્નીઓએ આપેલ યોગદાન માટે આપણે સૌ ઋણી છીએ ત્યારે આવો ઋષિપંચમીએ આ સૌને યાદ કરી સર્વને પ્રણામ, વંદન કરી ભાવાંજલિ અર્પણ કરીએ. ॐ શાંતિ : શાંતિ : શાંતિ:

Image result for rishi panchami

Comments