આજે ભાદરવી અમાસ: શ્રાવણ માસની પૂર્ણાહુતિ

શ્રાવણ વદ ૦))ને ગુજરાતીમાં શ્રાવણ વદ અમાવાસ્યા કે શ્રાવણ વદ અમાસ કહેવાય છે. (અમુક વિસ્તારમાં આ દિવસને "ભાદરવી અમાસ" પણ કહેવામાં આવે છે.)

આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના દસમા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પાંચમા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે. આ દિવસે ઘણાં ધાર્મિક સ્થળોએ મેળા ભરાય છે.
Image result for bhadarvi amas


આજે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ છે. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ભાદરવી અમાસ તરીકે ઉજવાય છે. ભાદરવી અમાસ મોટી અમાસ ગણાય છે. આજે લોકોએ પોતાના પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી રેડીને પુજા-અર્ચના કરી હતી. અમાસના દિવસે સૌરાષ્ટ્રના વિવિધ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ મેળાઓ પણ ભરાયા છે. શ્રાવણ માસની ઉજવણી બાદ ભાદરવી અમાસના દિવસે શ્રાવણ માસની પુણર્હિતી કરવામાં આવી હતી.  શ્રાવણ માસની ભવ્ય ઉજવણી કર્યા બાદ આજે પુણર્હિતી કરવામાં આવી હતી. આ દિવસે શિવાલયોમાં ભકતો દ્વારા શિવજીની અનેરી પૂજા-અર્ચના કરવામાં આવી છે. તેમજ પીપળાઓમાં પિતૃઓના મોક્ષાર્થે લોકો દ્વારા પાણી રેડવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આવેલા પૌરાણીક મંદિરોમાં પીપળે પાણી રેડી લોકો પોતાના સ્વજનોના મોક્ષાર્થે પ્રાર્થના કરી હતી અને યથાશકિત પ્રમાણે દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
Image result for ભાદરવી અમાસ

મોરબી નજીક આવેલા અફાળેશ્વર મહાદેવ મંદિરમાં આજથી શ્રાવણી અમાસના મેળાનો પ્રારંભ થયો છે. આ પૌરાણીક મંદિરે શ્રધ્ધાળુઓ વર્ષોથી પોતાના પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી રેડવા આવી ધન્યતા અનુભવે છે. દર વર્ષની પરંપરા મુજબ આજે પણ રફાળેશ્ર્વર મહાદેવ મંદિરે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને મંદિરના પટાંગણમાં આવેલ પીપળે પાણી રેડીને ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ યોજાયેલા મેળાની પણ મોજ માણી હતી. ગઈકાલે સાંજે ભજન, ભોજનની રમઝટ બોલી હતી.

સંતોની ભુમી ગણાતા જૂનાગઢના દામોદર કુંડ ખાતે પણ આજે સૌરાષ્ટ્રભરના લાખો શ્રધ્ધાળુઓ પિતૃ તર્પણ માટે આવ્યા હતા. તેઓએ આજે વહેલી સવારે દામોદર કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડીને પિતૃઓના મોક્ષાર્થે પૂજા-અર્ચના કરી હતી. શ્રધ્ધાળુઓને યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Image result for ભાદરવી અમાસ

પ્રભાસપાટણમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરે પણ આજે દેશભરના ભકતો ઉમટી પડયા હતા. આજે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથદાદાને કૈલાશના દિવ્ય દર્શનનો શણગાર કરવામાં આવ્યો હતો. ભાદરવી અમાસની ઉજવણી કરી ત્રિવેણી સંગમમાં ભાવિકોએ સ્નાન કરી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.  


સૌરાષ્ટ્રના વિવિધ જસદણના ઘેલા સોમનાથ, વાંકાનેર નજીક આવેલ જડેશ્ર્વર મહાદેવ મંદિર, ભાલકા તીર્થ, કોડીનારના આદીપુષ્પકરનાથ મહાદેવ મંદિર, દ્વારકા નજીક આવેલ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે હજારો ભકતો ઉમટી પડયા હતા અને પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કયુર્ં હતું.

Image result for ભાદરવી અમાસ

Comments