ખરી મજા તો ગુજરાતીમાં જ છે ને બકા...!
નવી પેઢીની ભાષા પર ટિપ્પણી કરનારા ઘણાં છે પણ તેમનાં હૈયામાં રહેલો ભાષાપ્રેમ તો કુંડાળું વળીને ઊભેલાં યુવાનોની વાતચીત સાંભળો તો જ ખબર પડશે. માતૃભાષા દિન નિમિત્તે એક ભાષાવિદ્ અને બે યુવાન કવિઓની કલમે રજુ છે ગુજરાતી ભાષાની વાત.

યુનેસ્કો દ્વારા ૨૧મી ફેબ્રુઆરીને ‘વિશ્વ માતૃભાષા દિન’ તરીકે ઊજવવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ દિનની ઉજવણી કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગૂજરાત વિદ્યાપીઠથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતૃભાષાના હિતિંચતકો, વિદ્વાનો, શાળા-કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો-શિક્ષકો, ધો. ૮થી પીએચ.ડી. સુધીના વિદ્યાર્થીઓ જોડાશે. આ અંગે માહિતી આપતા ગુજરાત સાહિત્ય પરિષદના મહામંત્રી રાજેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, બપોરે ૩.૪પ કલાકે ભોળાભાઇ પટેલની અધ્યક્ષસ્થાને માતૃભાષા સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રવિન્દ્ર દવે, ગુણવંત શાહ તથા કુમારપાળ દેસાઇ માતૃભાષા સંદર્ભે પોતાના વિચારો રજૂ કરશે. આ પ્રસંગે ત્રૈમાસિક પત્રિકા ‘ભાષાપ્રબોધ’નું વિમોચન કરવામાં આવશે. શાસ્ત્રીય સંગીતકાર ડો. નરેન્દ્ર શાસ્ત્રી દ્વારા હાલરડાથી માંડીને મરશિયા સુધીના વિવિધ જીવનરંગના ગુજરાતી ગીતોની રસલ્હાણી કરશે. જ્યારે આશ્રમ રોડથી નદીકિનારા સુધીના માર્ગનું મેયર અસિત વોરા દ્વારા ગુજરાત સાહિત્ય પરિષદ માર્ગ તરીકે નામાભિધાન કરવામાં આવશે. પ્રાદેશિક અસ્મિતાનું ગૌરવ ત્યારે જ જળવાય જ્યારે લોકો ખરા દિલથી માનતા થાય કે પ્રથમ હું ગુજરાતી છું તેમ જણાવતા રતિલાલ બોરીસાગરે કહ્યું કે, નવી પેઢી સાંસ્કૃતિક વારસો બરાબર જાણે અને તેને દીપાવે, પરંપરા અને સંસ્કૃતિ આપણા સુધી માતૃભાષા દ્વારા જ પહોંચ્યા છે.

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનનો રસપ્રદ ઈતિહાસ પશ્ચિમ પાકિસ્તાને પોતાના વચર્સ્વ હેઠળ પૂર્વ પાકિસ્તાનમાં ઉર્દૂ ભાષાને ફરજિયાત બનાવતા તેના વિરોધમાં પૂર્વ પાકિસ્તાન હાલના બાંગ્લાદેશમાં માતૃભાષા બંગાળીના ગૌરવને કારણે લોકઆંદોલન થયું, જેમાં ૨૧ ફેબ્રુઆરી, ૧૯પ૨ના રોજ ૪ બાંગ્લાવાસીઓ શહીદ થયા. તેની યાદમાં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આમ આ દિવસનાં પાયામાં ચાર ભાષાપ્રેમીઓની શહાદત રહેલી છે.
એક સલામ ગુજરાતી બોલનાર યુવાનનેકોઇ મને પૂછે આજના યુવાનોની કઇ વાતથી તમે પ્રભાવિત છો? હું નિ:સંકોચપણે કહી શકું જે રોજબરોજના વ્યવહારોમાં એમનું ગુજરાતી ભાષાના શબ્દો જોડેનો વ્યવહાર! જ્યારે જ્યારે આપણા યુવાનોને સાંભળું છું ત્યારે એક પ્રકારની આત્મીયતાનો અનુભવ થાય છે. અમારી બેંકમાંથી એક યુવતીનો ફોન આવે ત્યારે એ કેટલી શુદ્ધ ગુજરાતીમાં વાત કરે. ત્યારે મારા જવાબમાં અંગ્રેજી શબ્દ ન આવે તેની મારે કાળજી લેવી પડે છે. આજે કવિની સંખ્યામાં નવકવિઓ વધ્યા છે. સેંકડો યુવાનો ગુજરાતીમાં કવિતા લખે છે .
એટલું જ નહિ અંગ્રેજી ભાષામાં અભ્યાસક્રમ હોવા છતાં અનેક યુવાનોને સરળ, સહજ ગુજરાતીમાં વાતચીત કરતા સાંભળ્યા છે. આજના યુવાનોનું આ પરિવર્તન અનેરું છે. તાજેતરના પુસ્તક મેળાઓના અમારા અનુભવના આધારે કહેવું પડે સેંકડો વિદ્યાર્થીઓ હોંશે હોંશે ગુજરાતી પુસ્તકો ખરીદી વાંચવા લઇ જતા હતા. યુવાનો હવે નિર્ભિક રીતે ગુજરાતી બોલે છે અને તેઓ સમજે છે ભાષા એક માધ્યમ છે પણ અભિવ્યક્તિની સચોટતા જ મહત્વની છે.
ગયા વર્ષે ગાંધીનગરમાં યોજાયેલી જીવન ઘડતર શિબિરમાં આવેલા હજારથી વધુ વિદ્યાર્થી વચ્ચે ત્રણ દિવસ રહેવાનો પ્રસંગ બનેલો. અનેક વિદ્યાર્થીને ગુજરાતીમાં આત્મવિશ્વાસથી વાત કરતા જોઇ ડો. રવિન્દ્ર દવે જેવા આંતરરાષ્ટ્રીય ભાષાવિદ્ પણ ગદગદ થઇ ગયેલા.આજનો યુવાન જાણે છે કે અંગ્રેજીના મોહમાં પોતાની માનસિકતાનું પ્રદર્શન જ કરતા હોય છે. અને માત્ર વટ મારવા અંગ્રેજી બોલે છે. એ વાત આજનો ગુજરાતી યુવકો સુપેરે જાણે છે. આજના વિશ્વ માતૃભાષા દિવસે ખરી સલામ તો ગુજરાતીનો મહિમા કરતા, ઉપયોગ કરતા નિર્ભિક યુવાનોને કરવી જોઇએ.
એક યુવકે એમ કહેલું કે, મારું નામ સાગર છે’ તેમ હું જ્યારે બોલું છું ત્યારે ગુજરાતી ભાષાનો સેંકડો વર્ષોનો નિચોડ હોય છે. જ્યારે હું માય નેમ ઇઝ સાગર એમ બોલું છું ત્યારે માત્ર ચાર-પાંચ વર્ષનો નિચોડ હોય છે. મને લાગે છે આંતરરાષ્ટ્રીય તારણો કહેતા હોય કે આ સદીના અંતે ૩૦૦ ભાષાઓ જ બચશે અને તેમાં ગુજરાતી ભાષા નહિ હોય, પણ મને લાગે છે કે આજના યુવાનોનો ગુજરાતી ભાષા પ્રેમ આ તારણને ખોટું પુરવાર કરશે. એક નવયુવાન કવિ કહે છે, આખુંયે જગત લાગે પ્યારું, ગુજરાતી છું. ઇશ્વર પાસેનું ઘર મારું, ગુજરાતી છું. -રાજેન્દ્ર પટેલ (ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી તથા માતૃભાષા સંવર્ધન કેન્દ્રના વહીવટી સંયોજક)ના જણાવ્યા મુજબ
જીન્સ અને જય શ્રી કૃષ્ણ
જીન્સ અને જય શ્રી કૃષ્ણ, મોબાઈલ ને મહેંદીનું મેચિંગ, કોઈકની સાથે કેપેચિનો, કોઈકની સાથે કટિંગ, ભાષા અમારી એવી મજાની, કે કોઈકના માટે રાખડી ને કોઈકની વેડિંગ રિંગ, ફ્રેન્ડશિપ બેલ્ટ કાંડે અમારા, ને ગળામાં છે માદિળયું, સાલસા, ટેંગો સાથે સાથે ફરી લીધુ આ દોઢિયું. રોઝ ડેનું ઈગ્લિંશ રોજ જાય ગુજરાતી હાથમાં. હું દિલથી રડ્યો છું ગુજરાતીમાં, મન દઈ હસ્યો છું ગુજરાતીમાં. - પરેશ વ્યાસ
મને ગુજરાતી ભાષાનો ગર્વગુજરાતી હોવું એ આનંદની વાત અને ગુજરાતી હોવું એ પર્વ મને ગુજરાતી ભાષાનો ગર્વ એની રગરગમાં શૂરવીરતા વહેવા લાગે જેણે વાંચી હો ગુજરાતી ભાષા ગુજરાતી ભાષાને શત્શત્ પ્રણામ આ ભાષામાં જીવંત અભિલાષા ગણવા જો બેસો આ ઈતિહાસે દાખલાં તો એક નહીં મળી જાય ખર્વ મને ગુજરાતી ભાષાનો ગર્વ ગુજરાતી ભાષાની એવી છે વાત જેની વાત કરતા થાકે ના લોક ગુજરાતી સભ્યતા, ગુજરાતી સંસ્કૃતિ યાદ આવે ઊંચી થાય ડોક ગુજરાતી બોલીમાં એવી મીઠાશ જેને માણવાને ચાહે છે સર્વ મને ગુજરાતી ભાષાનો ગર્વ -અશોક ચાવડા

Comments
Post a Comment