શીતળા સાતમ શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે.

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધનપૂજા અને કર્મપૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ માતાજી કરાવે છે.શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહીધોઈ પવિત્ર થઈ, માઁ જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે.
આપણા ત્યાં શીતળા સાતમનો અનન્ય મહિમા રહેલો છે. આ અંગેની એક કથાની વાત કરીએ તો. એક સમયે એક ઘરમાં રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા. ત્યારે રાત્રીના સમયે શીતળા માતા ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાના ઘરે આવી ચૂલામાં આળોટવા જતાં આખા શરીરે દાઝી ગયાં, એટલે શીતળા માતાએ તેને શાપ આપ્યો કે જેવી મને બાળી એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો. રૂપાએ સવારે ઊઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો. છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડયો હતો. હવે દેરાણી રૂપા સમજી ગઈ કે જરુર મને શીતળા માતાનો શાપ લાગ્યો છે. એટલે રૂપા પોતાના મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગઈ. શીતળા માતાના મંદિરે જતા રસ્તામાં નાનકડી વાવ આવી. આ વાવનુ પાણી એવું હતું કે જે આ પાણી પીવે તેનુ મૃત્યુ થતું હતું. રૂપા જેવી વાવ પાસે પહોંચી કે તરત જ વાવને વાચા આવી અને વાવે રૂપાને કહ્યું કે બહેન તુ શીતળા માતાના મંદિરે જાય છે તો માતાજીને મારી એક વાત પૂછતી આવજે. વાવે કહ્યું કે બોલો શું પૂછું માતાજીને. વાવે કહ્યું કે બહેન તું માતાજીને પૂછજે કે મેં એવા તો કયા પાપ કર્યા છે કે જેના કારણે મારું પાણી જે પીવે તેનુ મૃત્યુ થાય છે.
રૂપા તો વાવની વાત સાંભળીને હા પાડીને ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ રસ્તામાં એક બળદ મળ્યો આ બળદની ડોકે પથ્થરનો એક મોટો ડેરો બાંધેલો હતો. આ ડેરો એવો હતો કે જ્યારે બળદ ચાલે ત્યારે તે ડેરો તેના પગ સાથે અથડાયા કરે અને પગને લોહીલુહાણ કરી નાંખે. બળદને પણ વાચા આવી અને તેણે રૂપાને કહ્યું કે બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતાં આવજો.

રૂપા નામની આ સ્ત્રી હજી તો થોડીક આગળ ગઈ ત્યાં ઘટાદાર વૃક્ષ નીચે એક દાદીમા માથું ખંજવાળતાં હતાં અને તેમણે આ સ્ત્રીને પૂછ્યું કે બહેન ક્યાં ચાલ્યાં. રૂપાએ કહ્યું કે દાદીમા હું શીતળા માતાના મંદિરે દર્શન કરવા જાઉં છું. ત્યાર બાદ રૂપા નામની આ સ્ત્રીએ એ દાદીમાનું માથું જોઈ આપ્યું. દાદીમાને માથામાં ટાઢક થતાં આશીર્વાદ આપ્યા કે બેટા તેં જેવું મારું માથું ઠાર્યુ એવું તારું પેટ ઠરજો. દાદીમા એ આશીર્વાદ આપતાં જ રૂપાનો મૃત્યુ પામેલો નાનકડો દીકરો સજીવન થયો અને રૂપાની ખુશીનો પાર ન રહ્યો. ત્યારબાદ દાદીમાએ શીતળા માતાનું રૂપ લઈને રૂપા અને તેના દીકરાને દર્શન દીધા અને ત્યારબાદ શીતળા માતાએ પેલી વાવ અને બળદના પણ દુઃખ દૂર કર્યા.
આમ દુઃખમાંથી મુક્તિ મેળવીને જીવનમાં શીતળતાની પ્રાપ્તિ કરવા માટે શ્રાવણ વદ સાતમના રોજ શીતળા માતાની પૂજા કરીને ભક્તો સુખી જીવનની મનોકામના કરે છે.

સાતમની કથા
એક ગામમાં એક પરિવાર રહેતો હતો. શ્રાવણ માસની છઠ્ઠના દિવસે પરિવારની વહુઓએ રસોઈ બનાવી. પરંતુ દેરાણી અને જેઠાણી ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હતી. રાત્રિનો સમય થયો અને મા શીતળા ફરવા નીકળ્યા, તેઓ દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં આખા શરીરે દાઝી ગયાં. તેથી શીતળા માતાએ તેને શ્રાપ આપ્યો કે “જેવી મને બાળી, એવું જ તારું પેટ બળજો.” આ વાત જાણી દેરાણી કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ” જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો.”  એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ.
Image result for શીતળા સાતમ

Comments