ભાદરવા સુદ પાંચમ - ઋષિ પંચમી |ઋષિ પંચમી |આજે પિતૃને પૂણ્ય આપવાનું પર્વ ‘ઋષિ પાંચમ’


ઋષિ પંચમી | ઋષિ પાંચમ પર કેમ કરવામાં આવે છે ઋષિઓની પૂજા


ઋષિપંચમી એ ભાદરવા સુદ ૫ ને દિવસે ઉજવવામાં આવતુ એક પર્વ છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે. જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરીને હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે. તેથી આ વ્રત ને ઋષિપાંચમ,ઋષિપંચમી અથવા સામા પાંચમ પણ કહે છે.

Image result for rishi panchami


આજે ઋષિ પાંચમ છે. ભાદરવા મહિનાના શુક્લપક્ષની પાંચમને ઋષિ પાંચમનુ વ્રત કરવામાં આવે છે. ઋષિ પાંચમના દિવસે સપ્તઋષિનુ સંપૂર્ણ વિધિથી પૂજા કરી કથા સાંભળવાનુ મહત્વ રહેલુ છે. આ દિવસે પાટિયા પર સાત ઋષિ બનાવીને દૂધ, દહીં, ઘી, મધ તથા જળથી તેમના પર અભિષેક કરવામાં આવે છે. તેની સાથેજ ચોખા, ધૂપ, દીવો, વગેરેથી તેમનુ પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ કથા સાંભળીને ઘીથી હોમ કરવામાં આવે છે.   



Image result for rishi panchami

આ વ્રત મહિલાઓ તથા યુવતીઓ માટે કરવાનુ મહત્વ ગણવામાં આવ્યુ છે. આ વ્રત પાપોનો નાશ કરીને શ્રેષ્ઠ ફળ આપનારુ છે. શાસ્ત્રો અનુસાર, ઋષિ પાંચમ પર હળથી ખેડેલા અનાજનુ સેવન કરવુ અયોગ્ય માનવામાં આવે છે. જે મહિલાઓ ઋષિ પાંચમનુ વ્રત કરે છે, તે સવાર-સાંજ બે સમય ફળો ખાઈને જ વ્રત કરે છે.

આ વ્રત કરવા પાછળનુ કારણ :

સમાજમાં જે પણ ઉત્તમ પરિભ્રમણ, પ્રથા-પરંપરાઓ છે. તેમના પ્રરણાગણ ઋષિઓ જ છે. તેઓએ અલગ-અલગ વિષયો પર મહત્વની શોધો કરી છે. વ્યાસજીએ સંપૂર્ણ વેદજ્ઞાનને સુબોધ્ય પુરાણ જ્ઞાનના રૂપમાં રૂપાંરતિર કરી જ્ઞાન માટેનો માર્ગ વિશાળ કર્યો.

ચરક, સુશ્રુતાદિ તબીબી વિજ્ઞાન પર સંશોધલ કર્યા. જમદગ્રિ-યાજ્ઞબલ્ક્યએ આ વિજ્ઞાન પર શોધ-પ્રયોગો કર્યા. વશિષ્ઠે બ્રહ્મવિધ્યા અને રાજનીતિ વિજ્ઞાન, તથા વિશ્વામિત્રએ ગાયત્રી મહાવિધ્યાનુ પ્રકટીકરણ કર્યુ.


નારદજીએ ભક્તિ સાધનાનુ અનમોલ સૂત્ર આપ્યુ હતુ. પરશુરામે પદાનુક્રમમાં જાતિગત ભેદભવોનુ નિરાકરણ કર્યુ. ભગીરથે જળ વિજ્ઞાનના મહત્વને સમજાવી ધરતી પર ગંગાઅવતરણ કર્યુ. પતંજલિએ યોગ વિજ્ઞાનની વિવિધ સાધનાના માર્ગો પ્રસ્તુત કર્યો. અન્ય ઋષિઓએ પણ વ્યાપક પ્રમાણમાં સમાજના હિતના કાર્યો કર્યા છે. જેમની માનવ જાતિ સદાય માટે કરજદાર રહેશે.  


Image result for rishi panchami



આ દરેક ઋષિ ભારતીય સંસ્કૃતિના પથ દર્શક, રાષ્ટ્રધર્મના સંરક્ષક, પ્રગતિ અને મુક્તિના ઉગારતા છે. આ કારણોસર ઋષિઓની મહાનતાને યાદ કરતા, આ દિવસે ઋષિઓની પૂજા કરવામાં આવે છે.

Comments