મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું.

મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું.
~~~~~~~~~~~~~~~~~~~~~~
ll મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું. તેને ત્રેતાયુગમાં "સત્યમંદિર", દ્વાપરયુગમાં "વેદભુવન", કલિયુગમાં "મોહેરકપુર" તથા "ધર્મારણ્ય" અને મધ્યયુગમાં "મોઢેરા" તરીકે ઓળખાય છે. આ મોઢેરાના નાગરિકો મોઢ નામથી પ્રસિદ્ધ થયા. આ મોઢ બ્રાહ્મણો તથા મોઢ વૈશ્યોના પૂર્વજોની આ જન્મભૂમિ છે. અહીં મોઢ બ્રાહ્મણો તથા મોઢ વણિકોની ઉત્પત્તિ થઈ. અહીં જ વેદધર્મની સંસ્કૃતિનું પારણું બંધાયું. અહીં જ મોઢમાત્રના કુળદેવી શ્રી માતંગી માતાજીનું પ્રાગટ્ય થયું. અહીં જ યુધિષ્ઠિર અને શ્રી રામ ભગવાનના પગલા થયા. અહીં જ જગવિખ્યાત સૂર્યમંદિરનું નિર્માણ થયું. અહીં જ પિતામહ બ્રહ્માજી, ધર્મરાજ, સૂર્યપત્ની સંજ્ઞાએ પણ આ ક્ષેત્રમાં બકુલ વૃક્ષ તળે તથા મનુ રાજાએ પણ અહીં તપ કરેલું. અહીં જ ભગવાન શંકર એ અંશ સ્વરૂપે ધર્મેશ્વર નામ ધારણ કરી વાસ કર્યો. જગતના સર્વે દેવો ધર્મક્ષેત્રમાં વાસ કરે છે. ગંધર્વો અને અપ્સરાઓ, લોકપાલો અને દિકપાલો સૌ અહીં સેવાર્થે વસવાટ કરી ગયા છે. જગતના આદિદેવોએ આ ધર્મારણ્યને પુણ્યક્ષેત્ર તરીકે સ્થાપ્યું. મોઢેરામાં શિવકુપ, ધર્મવાંપી, ભૂતનાથ મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, ધારાતીર્થ, નાગતીર્થ, ઈન્દ્રેશ્વર મહાદેવ, ગંગાકુપ તથા સુવર્ણ નદી જેવા પવિત્ર અને દર્શન અને સ્નાન યોગ્ય તીર્થો અહીં આવેલા છે.

Image may contain: sky and outdoor
ત્રેતાયુગમાં વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામ, સીતાજી તથા બંધુઓ સાથે રાવણનો નાશ કરી બ્રહ્મરાક્ષસ માર્યા બદલનું પ્રાયશ્ચિત કરવા માટે ધર્મારણ્ય તીર્થમાં પધાર્યા. તેઓ ધર્મારણ્યમાં દાખલ થયા તે વખતે તેમના વિમાનો મંદ પડી ગયા. વાજિંત્રો ધીમા પડયા અને હાથી, ઘોડા વિગેરે અટકી પડયા. આ જોઈ રામચંદ્રને આશ્ચર્ય થયું. તેમણે વસિષ્ઠ ગુરુને આનું કારણ પુછયું. ત્યારે વસિષ્ઠ ગુરુએ કહ્યું કે, આ પવિત્ર તીર્થરાજ ધર્મારણ્યનો પ્રભાવ છે. આ તીર્થમાં આપણે બધાએ પગે ચાલીને જ જવું જોઈએ અને આ તીર્થના પ્રભાવને માન્ય રાખવો જોઈએ. ભગવાન રામચંદ્ર સંમત થયા અને બધા પગે ચાલતા આગળ વધ્યા. શ્રી માતંગી માતાજીના દર્શન કરી સુવર્ણા (પુષ્પાવતી) નદીને કિનારે પોતાનો મુકામ રાખ્યો. તેમણે પોતાના હાથે ત્યાં રામેશ્વર અને કામેશ્વર મહાદેવની સ્થાપ્ના કરી. શ્રી રામએ જોયું કે ધર્મારણ્યની જાહોજલાલી ઝાંખી પડી છે. તપસ્વી બ્રાહ્મણો તીર્થ છોડીને દૂર ચાલ્યા ગયા હતા અને વેદધ્વનિ ગાજતો મંદ પડયો હતો.

Image may contain: outdoor
એક દિવસ તેમણે કરુણ સ્વરે રુદન કરતી સ્ત્રીનો અવાજ સાંભળ્યો. તેમણે દૂતોને તપાસ કરવા માટે મોકલ્યા, પણ તે સ્ત્રીએ પોતાનું દુઃખ રામચંદ્ર સિવાય બીજા કોઈને કહેવાની ના પાડી એટલે શ્રીરામચંદ્ર પોતે તેની પાસે ગયા. તે સ્ત્રીને આશ્વાસન આપી પુછતા તે સ્ત્રીએ કહ્યુ, હું આ ધર્મારણ્યક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી ભટ્ટારિકા છું. આપ અહીં પધાર્યા તે સારું કર્યું. તમારા અહીં પગલા થયા છતા મારું આ નગર છિન્નભિન્ન અને સૂનું રહેશે તો તેનો દોષ આપને લાગશે. હે પ્રભુ, બાર વર્ષથી આ પવિત્રક્ષેત્ર બ્રાહ્મણો વગર સૂનું પડયું છે. મારી જે વાવમાં લોકો સ્નાન, દાન અને જપ કરતા હતા ત્યાં આજે ડુક્કરો પડી રહે છે. માટે હે મહારાજ, આપ આ નગરને ફરી વસાવો અને તેનો પુનરુદ્ધાર કરો. ધર્મારણ્યની અધિષ્ઠાત્રી દેવી ભટ્ટારિકાની આ વિનંતી શ્રી રામચંદ્રજીએ સ્વીકારી અને તેમણે ધર્મારણ્યનો પુનરુદ્ધાર કરવા સંકલ્પ કર્યો. તેમણે વેરવિખેર થયેલા બ્રાહ્મણોને પાછા બોલાવ્યા અને નિવાસ સ્થાનો તથા મંદિરો વિગેરેનો જીર્ણોદ્ધાર કર્યો. પછી રામચંદ્રજીએ બ્રાહ્મણોને દાન આપવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે બ્રાહ્મણો બોલ્યા, મહારાજ, અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવની આજ્ઞા વગર કોઈનું દાન લીધું નથી અમે સંતોષધનના ઉપાસક છીએ. અમારે પરિગ્રહ કરવાનું પ્રયોજન નથી. એટલે શ્રીરામચંદ્રજી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નું ધ્યાન ધરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્યાં પ્રગટ થઈ બ્રાહ્મણોને દાન લેવાની અનુજ્ઞા આપે છે.

No automatic alt text available.
રામચંદ્રજીએ તે વખતે બ્રાહ્મણોને પપ ગામો (સ્કંદપુરાણ પ્રમાણે ૪૦૪ ગામો) દાનમાં આપ્યા. પછી હનુમાનજી વેરવિખેર થયેલ વૈશ્યોને તેડી લાવ્યા. ખેતરાદિ ખેડવાની ઉપજીવિકાઓ તેમને મળે એવો બંદોબસ્ત થયો. માંડલ ગામના સવા લાખ વણિકો પણ રામચંદ્રજીની આજ્ઞાથી મોઢેરા આવી વસ્યા. રામચંદ્રજીએ અનેક મંદિરો બંધાવ્યા. ધર્મારણ્યનગરની આસપાસ સુશોભિત કોટ બંધાવ્યો. તીર્થની અધિષ્ઠાત્રી માતંગી (ભટ્ટારિકા) દેવીની પણ પુનઃસ્થાપ્ના કરી બ્રાહ્મણોને આપેલા દાનનું તામ્રપત્ર બનાવી ભગવાને તેમને અર્પણ કર્યું અને વાયુપુત્ર હનુમાનજીને ભવિષ્યમાં બ્રાહ્મણોને કનડગત ન થાય તે માટે તેમને રક્ષાની સોંપણી કરી. બકુલના વૃક્ષ તળે જયા પૂર્વે સૂર્યપત્ની છાયાએ તપ કર્યું હતું ત્યાં શ્રી રામચંદ્રજીએ બકુલાર્ક સૂર્યના ભવ્ય મંદિરની સ્થાપ્ના કરી. એ રીતે પોતાના કુલસ્વામી સૂર્યદેવતાની ધર્મારણ્યમાં તેમની પધરામણી થઈ. ત્યારબાદ ફરી શ્રીરામજી ધર્મારણ્યમાં સીતાજી સાથે પધારેલા અને ત્યાં યજ્ઞ કરી તેમણે સીતાપુર ગામ વસાવી બ્રાહ્મણોને દાનમાં આપેલું. ll
Image may contain: text

Comments