ભાવનગરની છોકરી
ભાવનગરની છોકરી
તમે ભાવનગરની છોકરી છો, તો સરસ
કે પછી તમને ભાવનગરની છોકરી મળી છે,
તો તો ભાઈ તમે નસીબદાર !

આમ સંસ્કારી પણ ખોટી શરમાળ નહિ,
ગભરાય તો બિલકુલ નહિ,
બિન્ધાસ્ત નહિ, બહાદુર, વીરાંગના. ગર્વીલી.
આમતેમ આગળ પાછળ જોતા જોતા , ચોકન્ના રહેતા ય ગધેડિયું ફિલ્ડ એકલી ક્રોસ કરી જાય.
વૃક્ષ એનો પહેલો પ્રેમ, તમે પછી.
આંબાવાડી, ઘોઘા સર્કલ, પરિમલ ...
ઝાડ ને પાન વચ્ચે ઉછેરેલી , છોકરાઓથી ગાંજી ન જાય હોં, ખિસકોલીની જેમ ઝાડ પર ચડી જાય,
અને એની ભાષા એટલે?
ઉચ્ચારો જ દેખાડી દે આ ભાવનગરનું રતન છે!
ગોળ ( રાઉન્ડ સર્કલ) ને ગૉળ ( જેગરી!) બોલીને અલગ બતાવી શકે તે ભાવનગર.
ઘરશાળામાં ભણેલી હોય તો વળી વિદ્વતા નો ગાંઠિયો , જેને તેને તો ભાવ ન આપે, કવિતા તો કરે, મુફલિસ હોય પણ સારો કવિ હોય તો એને પાછી પ્રેમ પણ કરી જાણે.
ર.પા. ની સોનલ કયા ગામની એ ખબર નથી પણ આ ભાવનગરની છોકરી તો સરસ્વતીચંદ્રની કુમુદ / ઝેર પીધા વાળી રોહિણી જ જોઈ લ્યો!
ક્યારે " કેમ્પફાયર" ના તાપણા જેવું સુંદર દેખાવું ને ક્યારે તુલસીક્યારે દીવા જેવા"સાદા" સુંદર દેખાવું એ ય ભાન ભાવનગરની છોકરીને પડે. ફૅશન કરે પણ ચાલતી ગાડીમાં બેસી જાય એવી નહિ,
સમજી વિચારી, આજુબાજુનું વાતાવરણ જોઈ સજે, ધજે.
બધી ભાવનગરની છોકરી ઓ ને અર્પણ.❤

Comments
Post a Comment