રાંધણ છઠ

શ્રાવણ માસ એટલે ઉપાસના અને ઉત્સવનો મહિનો કહેવાય છે. કારણ કે આ મહિનામાં આવતાં હિઁદુ ધર્મના મહત્વના તહેવારોમાં ભિકત સાથે ઉજવણીનો સંગમ હોય છે. હવે બુધવારથી તહેવારો શરૂ થતાં હોઇ ચાર દિવસ તમામ પરિવારો અને મંદિરોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહેશે. 
Image result for રાંધણ છઠ
સમગ્ર હિઁદુ સમાજમાં શ્રાવણ માસનું મહત્વ સૌથી વધારે છે. કારણ કે આ મહિનો શાસ્ત્રોકત રીતે શિવ ઉપાસના માટે સવe શ્રેષ્ઠ છે તેમજ તે દરમિયાન ઉપવાસ અને પવિત્ર ધર્મગ્રંથોના શ્રવણ અને પઠનને અતિ પુનિત માનવામાં આવે છે. બીજી તરફ આધ્યાત્મ સાથે આ માસમાં આવતાં તમામ ધામિeક તહેવારોમાં ઉજવણીનો પણ સંયોગ હોવાથી આ દિવસો દરમિયાન ભિકતસભર ઉત્સાહનું વાતાવરણ ઉભું થાય છે. 

Image result for રાંધણ છઠ



રાંધણ છઠ નિમિતે ગૃહિણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને જાત જાતની વાનગીઓ બનાવી રાત્રે ચુલો ઠારશે. જ્યારે રાંધણ છઠે બનાવેલી વાનગીઓ શિતળા સાતમે આરોગવાની પરંપરા આજ સુધી જળવાઈ રહી છે. 



આજે રાંધણ છઠ હોવાથી તહેવારોનો શુભારંભ થઇ રહ્યો છે. છઠના દિવસે ઘેર ઘેર નિત નવા વ્યંજનો બનાવવામાં આવશે. જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવશે. તેના બીજે દિવસે શ્રાવણ વદ આઠમે કનૈયાનો જન્મદિવસ જન્માષ્ટમીની પારંપરિક ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 

Comments